ગુજરાતનો બનાવ, પ્રેમીકાના ભાઈએ મિત્રો સાથે મળીને પ્રેમીને સરાજાહેર રહેસી નાખ્યો, જોનારાઓ ચીશો પાડી ગયા 

ગુજરાતનો બનાવ, પ્રેમીકાના ભાઈએ મિત્રો સાથે મળીને પ્રેમીને સરાજાહેર રહેસી નાખ્યો, જોનારાઓ ચીશો પાડી ગયા 

ભક્તિનગર સર્કલ નજીક યુવાનને બહેન સાથે ફોનમાં વાત કરતા હોવાની શંકા રાખીને ત્રણ ઇસમોએ યુવાન સાથે બાઈક અથડાવી મારી નાખવાના ઈરાદે છરી વડે ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી ધમકી આપી હતી. બાયપાસ રોડ પાસે ભાવિકના બાઈક સાથે પોતાનું એક્સેસ મોટરસાયકલ ભટકાડી ભાવિકને પછાડી દીધો હતો.
જે બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું 14 દિવસની સારવાર બાદ મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ ચલાવી છે.

ત્રણ શખ્સોએ યુવક પર હિચકારો હુમલો કર્યો હતો
મોરબીના કેનાલ રોડ પર યદુનંદન 3માં રહેતા ભરતભાઈ લક્ષ્મીચંદ પુજારાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દીકરો ભાવિક આરોપી ઇલ્યાસ ઈશ્માઈ બ્લોચની બહેન સાથે ફોન પર અવારનવાર વાતો કરતો હતો અને આરોપીની બહેન પણ ભાવિકને ફોન કરતી હતી. જે બાબતે શંકા રાખીને આરોપી ઇલ્યાસ ઈશ્માઈ બ્લોચ, નવાજ બ્લોચ અને શહેઝાદ શબ્બીર સિપાઈ રહે બધા મોરબી વાળાએ ભક્તિનગર સર્કલ શનાળા બાયપાસ રોડ પાસે ભાવિકના બાઈક સાથે પોતાનું એક્સેસ મોટરસાયકલ ભટકાડી ભાવિકને પછાડી દીધો હતો.

મારી બહેન સાથે ફોનમાં વાત કરતો નહિ નહીતર સારાવાટ નહિ રહે તેમ કહી નાસી ગયા હતા
ઉપરાંત તેને જાનથી મારી નાખવાના ઈરાદે છરી કાઢી ખંભા તેમજ છાતીમાં છરીના આઠેક ઘા મારી દઈને જીવલેણ ઈજા પહોંચાડી હતી. તેમજ આરોપી ઇલ્યાસ બ્લોચે હવે પછી મારી બહેન સાથે ફોનમાં વાત કરતો નહિ નહીતર સારાવાટ નહિ રહે તેમ કહી નાસી ગયા હતા.

યુવકનું 14 દિવસની સારવાર બાદ મોત
​​​​​​​જેમાં આ હિચકારા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભાવિક પુજારાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં 14 દિવસની સારવાર બાદ યુવાનનું મોત થયું છે. જેથી બનાવ હત્યામાં પલટાયો છે. અગાઉ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ત્યારે હવે બનાવ મામલે હત્યાની કલમનો ઉમેરો કરાયો છે અને આરોપીઓ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.