યુવતીઃ દુષ્કર્મ આચરીને મારી જિંદગી બરબાદ કરી, યુવક કહેતો- હું તારી સાથે લગ્ન કરવાનો છું. તું ચિંતા કરીશ નહીં

લગ્નની લાલચ આપીને રાવપુરા વિસ્તારમાં આવેલી હોટલ તેમજ યુવતીના ઘરે જઈ અવાર નવાર દુષ્કર્મ આચરનાર યુવાન સામે જે.પી.રોડ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે યુવાને મને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને મારી જિંદગી બરબાદ કરી નાખી છે. યુવક કહેતો- હું તારી સાથે લગ્ન કરવાનો છું. તું ચિંતા કરીશ નહીં, યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે વાતચીત પણ બંધ કરી દીધી હતી.

જે.પી. પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, શહેરના સનફાર્મા રોડ ઉપર 10 સભ્યોના પરિવારમાં 18 વર્ષની સાયરાબાનુ (નામ બદલાયું છે) રહે છે અને કેટરસમાં કામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. સાયરાબાનુને 1 વર્ષ પહેલા હાથીખાના વિસ્તારના રહેવાસી રજાક શેખ સાથે પરિચય થયો હતો. અને આ પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. જાસ્મિન સાથે પ્રેમ થયા બાદ અવાર નવાર તેઓ મોબાઇલ ફોન પર કલાકો સુધી વાતચીત કરતા હતા. અને સમય પસાર કરતા હતા. પરિણામે બંને વચ્ચે ઘાઢ પ્રેમ સંબંધ બંધાયો હતો.

સમય જતાં પ્રેમજાળમાં ફસાયેલી સાયરાબાનુને રજાકે લગ્ન કરવાની લાલચ આપી હતી. અને તેની સાથે શારીરિક સંબધ બાંધવા માટે કાવતરું રચ્યું હતું. રજાક ફોન કરે ત્યારે પ્રેમમાં પાગલ સાયરાબાનુ રજાક જ્યાં કહે ત્યાં પહોંચી જતી હતી. એક વર્ષ પહેલાં રજાકે પ્રેમીકા સાયરાબાનુને રાવપુરા વિસ્તારમાં બોલાવી હતી. રાવપુરા વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે સાયરાબાનુએ રજાકને જણાવ્યું હતું કે, હું સગીર છું. હાલ આ પગલું ભરવું યોગ્ય નથી. ત્યારે રજાકે કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવાનો છું. તું ચિંતા કરીશ નહીં.

અવારનવાર રજાક સાયરાબાનુને રાવપુરા ખાતે બોલાવતો હતો અને વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ જઇ દુષ્કર્મ આચરતો હતો. આ ઉપરાંત રજાક સાયરાબાનુના ઘરે કોઇ ન હોય ત્યારે પહોંચી જતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. સાયરાબાનુ પણ રજાક લગ્ન કરશે તેવી આશાએ રજાક કહે તેમ કરતી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, ધંધા માટે ગાડી લાવવા રજાક સાયરાબાનુને પટાવી રૂપિયા 35 હજાર લઈ ગયો હતો.

18 વર્ષ થતાં સાયરાબાનુએ રજાકને લગ્ન કરવાની વાત કરતા રજાકે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને લગ્ન માટે બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. આથી સાયરાબાનુએ લગ્નની લાલચ આપી પોતાની જિંદગી બગાડનાર હાથીખાના વિસ્તારના રજાક શેખ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.18 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં દુષ્કર્મ, ને 35 હજાર પણ પડાવી લીધા

error: Content is protected !!