થાંભલા પર ચડી ગયું મહાકાય જાનવર, જોનારાના મોતિયા મરી ગયા, જુઓ તસવીરો
દુનિયામાં એવી એવી અચરજભરી ઘટનાઓ સામે આવતી હોય છે જેને માનવી મુશ્કેલ બની જતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક મહાકાય જાનવર થાંભલા પર ચડી ગયું હતું. આ ડરામણી તસવીરો જોઈને અમુક લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ અંગેની જાણકારી થતાં જ જંગલખાતાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં આ ટીમે કલાકોથી થાંભલા પર લટકેલી ઘોનું રેસ્ક્યૂ કર્યું હતું.
વાત એમ છે કે સેન્ટ્રલ થાઈલેન્ડના સારા બુરી જિલ્લાના એક ગામનો થોડો સમય પહેલાનો આ બનાવ છે. જ્યાં એક મોનિટર લિઝાર્ડ (આપણી ભાષામાં ઘો) વીજ થાંભલા પર ચડી ગઈ હતી. આ અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.
આ મહાકાય ઘો થાંભલાની ટોચે પહોંચી ગઈ હતી. આ ઘોની પાછળ અમુક કૂતરાઓ પડ્યા હતા. કૂતરાના ઝૂંડે હુમલો કરતાં ઘો ભાગીને થાંભલા પર ચડી ગઈ હતી.
આ અંગેની જાણકારી થતાં જ જંગલખાતાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં આ ટીમે કલાકોથી થાંભલા પર લટકેલી ઘોનું રેસ્ક્યૂ કર્યું હતું.
ઘો થાંભલા પર ચડી જતાં લોકોને એ વાતનો ડર લાગ્યો હતો કે તેના કારણે વિસ્તારમાં પાવર કટનો ઈશ્યૂ આવી શકે છે. આ ઉપરાંત વીજ શોક લાગવાથી તેનું મોત પણ થઈ શકે છે.
જોકે બચાવ ટીમ માટે ઘોનું રેસ્ક્યૂ કરવું સરળ નહોતું. બચાવ ટીમ સીડીથી થાંભલા પર ચડી હતી. બાદમાં વાયરથી ઘોને બાંધી દીધી હતી અને તેના મોઢા પર ટેપ મારી દીધી હતી.
બાદમાં ઘોને સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવી હતી.