ફ્રેન્ડશિપની ના પાડી તો વિદ્યાર્થીએ છોકરીનું ગળું બ્લેડથી કાપી નાખ્યું, હોસ્પિટલમાં જઈને પૂછ્યું- એવું કે…

રાજસ્થાન: પાલીમાં એક વખત ફરી એક તરફી પ્રેમમાં પાગલ થયેલા છોકરાએ તેની જ સ્કુલમાં ભણતી એક છોકરીનું બ્લેડથી ગળુ કાપી નાંખ્યું છે. આ ઘટનામાં છોકરીને ગંભીર ઈજા પહોંચી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની સ્થિતિ ગંભીર છે. બાદમાં માથાભારે એવા આ છોકરાએ હોસ્પિટલમાં જઈને એ પણ પૂછ્યું કે તે જીવતી છે કે મૃત્યુ પામી છે.

મારવાડ જંક્શન(પાલી) પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો બિઠોલા કલા ગામની રાજકીય સિનિયર સેકન્ડરી સ્કુલનો છે. મંગળવારે ધો.11ની વિદ્યાર્થીની યશોદા મીણા પોતાના ક્લાસમાં લન્ચ કરી રહી હતી. આ દરમિયાન ધો.12માં અભ્યાસ કરતો સોહનલાલ ત્યાં આવ્યો. તેણે અચાનક બ્લેડથી યશોદાનું ગળુ કાપી નાંખ્યું અને ભાગી ગયો.

ઘટના પછી સ્કુલના ટીચર ગ્રામીણોની મદદથી તેને મારવાડ જંક્શન હોસ્પિટલમાં લઈને આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર પછી ડોક્ટર વિકાસ ગેહલોતે તેને પાલીમાં રીફર કર્યો. તેમણે જણાવ્યું કે ઘાને જોતા એવું લાગી રહ્યું છે કે બ્લેડથી ગળુ કાપી નાંખવામાં આવ્યું છે.

ફ્રેન્ડશીપ માટે બનાવી રહ્યો હતો દબાણ
યશોદાએ જણાવ્યું કે સોહનલાલ ચાર દિવસથી તેને હેરાન કરી રહ્યો હતો. વારંવાર ફ્રેન્ડશીપનું દબાણ કરી રહ્યો હતો. મંગળવારે પણ તેણે ફ્રેન્ડશીપ માટે કહ્યું હતું. ત્યારે પણ યશોદાએ તેના ભાઈને બોલાવીને તેને સમજાવ્યો હતો, જોકે તે માન્યો નહોતો. મંગળવારે તેણે લન્ચ દરમિયાન યશોદા પર હુમલો કર્યો હતો. તેણે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે. આ પહેલા તેણે વિદ્યાર્થીનીના ક્લાસના બોર્ડ પર આઈ લવ યૂ વાઈફ પણ લખ્યું હતું.

પરિવારના સભ્યોની સામેથી ભાગ્યો આરોપી
તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે યશોદાને ઈજા પહોંચાડ્યા પછી સોહન લાલ મારવાડ જંક્શન હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તેણે લોકોને પૂછ્યું કે યશોદા જીવતી છે કે મરી ગઈ છે. આ દરમિયાન પરિવારના સભ્યોએ તેને પકડવાની કોશિશ પણ કરી હતી.

ક્લાસ રૂમમાંથી આવ્યો ચીસ પાડવાનો અવાજ
સ્કુલના એક સ્ટાફે જણાવ્યું કે લન્ચ બ્રેકનો બેલ વાગ્યા પછી ધો.11ના ક્લાસમાંથી સ્ટુડન્ટ્સનો ચીસ પાડવાનો અવાજ આવ્યો. અમે ઝડપથી ભાગ્યા તો સ્ટુડન્ટ્સનું ગળુ લોહીથી લથપથ હતું. અમે ઝડપથી તેને હોસ્પિટલમાં લઈને ગયા. પુછવા પર વિદ્યાર્થીનીએ કહ્યું કે સોહનલાલે તેની પર હુમલો કર્યો છે. સ્ટાફે જણાવ્યું કે બંને અલગ-અલગ ક્લાસમાં ભણે છે.

સમગ્ર ઘટનાક્રમ પર મારવાડ જંક્શન પોલીસ સ્ટેશનના મોહન સિંહે જણાવ્યું કે વિદ્યાર્થીની હાલ કઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. વિદ્યાર્થી પકડાયા પછી જ સત્ય બહાર આવશે. ઘટના સમયે હાજર રહેલા અન્ય વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફ સાથે વાચતીચ કરીને હાલ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

error: Content is protected !!