ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની એકની એક દીકરીએ જીંદગી ટૂંકાવી, કારણ જાણી આખો પરિવાર રડી પડ્યો

એક હૃદયદ્રાવક અને દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જાણે આપઘાતનું કેપિટલ બની ગયું હોય એમ દિન-પ્રતિદિન ભણતરના ભારથી ભયભીત થતા વિદ્યાર્થિનીઓ મોતને વહાલુ કરી રહી છે. હજુ 2 દિવસ પહેલાં કોલેજની પરીક્ષા આપી છાત્રાએ જિંદગી ટૂંકાવી હતી. ત્યારે આજે ચોટીલાના ખેરાણા ગામે ધો.12ની છાત્રાએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પી આયુખું ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. દુઃખદ વાત તો એ છેકે સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. આમ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા પર આભ ફાટી પડ્યું છે.

નાપાસ થવાના ડરથી આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલાના સણોસરાની મોડેલ સ્કુલમાં ધો.12માં અભ્યાસ કરતી મુળ ખેરાણા ગામની વિદ્યાર્થિનીએ નાપાસ થવાના ડરથી એસીડ પી ગઇ હતી.તેમની સારવાર ચાલી રહી હતીં પરંતુ તે સારવાર કારગત ન નીવડતા 12 દિવસ બાદ રાજકોટ ખાતે મૃત્યુ નિપજતા નાના ગામમાં શોકનો માહોલ છવાયેલ છે. ચોટીલાના સણોસરા મોડેલ સ્કુલમાં ખેરાણા ગામ 17 વર્ષિય યુવતી પ્રિતી રમેશભાઇ મકવાણા 12 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

12 દિવસની સારવાર બાદ મોત થયું
જેની પરીક્ષા રીસીપ્ટ આવ્યા બાદ વાચવાની રજા આપાઇ હતી.આથી તેઓ ખેરાણા પોતાના ઘરે ગઇ હતી. પરંતુ પરીક્ષામાં પૂરી તૈયારી નહીં થતા પરીક્ષાના આગલા દિવસે એસીડ પી જતા પ્રથમ ચોટીલા સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ 12 દિવસની સારવાર બાદ શુક્રવારના હોસ્પિટલમાં યુવતીએ દમ તોડ્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ચોટીલા પોલીસે કાર્યવાહી આદરી છે.

એકની એક દીકરી હતી
આમ ભણતરના ભારથી વિદ્યાર્થીમા આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે ચોટીલા વિસ્તારમાં પરીક્ષાના ડરથી આવી ઘટના બનતા શોકનું મોજુ છવાયુ છે.અને મૃતકના પરીવારજનોમાં દુઃખનો માહોલ ફરી વળ્યો હતો.તેમજ ગામના અન્ય પરિવારોના લોકોએ આઘાત અનુભવ્યો છે. સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. આમ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા પર આભ ફાટી પડ્યું છે.

ઝેરી દવા પીધી હતી
ધો.12માં અભ્યાસ કરતી સગીરાની તા.28/03ના રોજ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ હતી અને પહેલું પેપર હતું, એ જ દિવસે સવારે ઊઠી પરીક્ષામાં નાપાસ થઈશ તો એવા ડરથી ઝેરી દવા પીધી હતી અને ત્યાર બાદ પિતાને કહ્યું હતું કે પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે, જેથી પરિવારે સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તેની સારવારમાં ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું.

પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું
આજથી એક સપ્તાહ પહેલાં ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાતને જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

પરીક્ષામાં પેપર નબળું જતાં આપઘાત કર્યો
રાજકોટ શહેરમાં 2 દિવસ પહેલાં કોલેજિયન યુવતીએ પરીક્ષામાં પેપર નબળું જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના મવડી રોડ શોભના સોસાયટીમાં રહેતી અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી શ્વેતા મનસુખ હાપલિયા (ઉં.વ.20) ગઈકાલે બપોરે બી.કોમ.નું છેલ્લું પેપર દઈને ઘરે આવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. કોલેજિયન યુવતી ઘરે ઊલટી કરવા લાગતાં પરિવારને જાણ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હૃદયદ્રાવક કિસ્સો: રાજકોટમાં ધો-12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આયુખું ટૂંકાવ્યું, આ કારણે આપઘાત કર્યો, ભાઈએ એકની એક બહેન ગુમાવી, રડાવી દેતો બનાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!