આ મહિલા ડૉક્ટર સાડી પહેરીને જીમમાં કરે છે વેટ લિફ્ટિંગ, ચાર વાર જીતી ચૂકી છે આ એવોર્ડ

સાડી પહેરીને સિલિન્ડર ઉઠાવનારી શૈલી ચિકારાનો વીડિયો વાયરલ થયા બાદ વધુ એક મહિલાનો જીમનો વીડિયો વાયરલ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટસમાં જાણવા મળ્યુ છેકે, વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા ડૉ.શર્વરી ઈમાનદાર છે અને તે પોતાના પરિવારની સાથે પૂણે માર્કેટ યાર્ડ વિસ્તારમાં ગંગા ધામ ફેસ-2માં રહે છે. ડૉ. શર્વરીએ થોડા દિવસ પહેલાં પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ કર્યો હતો.

37 વર્ષની ડૉ. શર્વરી ઈનામદાર આયુર્વેદમાં એમડી છે. ડૉ.શર્વરીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની ફિટનેસનો મંત્ર શેર કર્યો હતો. ડૉ. શર્વરીએ જણાવ્યુકે, હવે મહિલાઓ ફિટનેસ માટે સજાગ છે.પરંતુ તેમને તે જાણ નથી કે, કંઈ રીતે કસરત કરીને શરીરને ફિટ અને પાવરફૂલ રાખી શકાય છે.

ડૉ.શર્વરી મુજબ મોટાભાગની મહિલાઓ મોર્નિંગ વોક, યોગા કરવાની સાથે સાથે ડાયેટ ફોલો કરે છે, પરંતુ વેટ ટ્રેનિંહ વગર પોતાને ફિટ રાખી શકાતી નથી. આ જ વાત લોકો સુધી પહોંચાડવા માટે તેમણે સાડી પહેરીને જીમમાં વેટ ટ્રેનિંગ અને પુશઅપ્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

ડૉ.શર્વરીનું કહેવું છેકે, મહિલાઓની વધતી ઉંમરની સાથે સાથે તેમનાં હાડકા પણ નબળા થવા એટલેકે, ઓસ્ટિયોપોરોસિસનો ખતરો રહે છે. એટલું જ નહી મોનોપોઝ બાદ મહિલાઓમાં હાડકાઓનું દર્દ અને નબળાઈની ફરિયાદ પણ થાય છે. એવામાં મહિલાઓ માટે વેટ ટ્રેનિંગ બહુજ ઉપયોગી રહે છે.

ડૉ.શર્વરી મુજબ 4 વર્ષ પહેલાં ફિટનેસ માટે તે વકિંગ, રનિંગ , યોગા કરતી હતી, પરંતુ તેમ છતાં તેમને કોઈ કમી અનુભવાતી હતી. ડૉ. શર્વરીનાં પતિ પણ આયુર્વેદિક ડૉક્ટર છે.

ડૉક્ટર પતિએ શર્વરીને વેટ ટ્રેનિંગ અને જીમ જોઈન કરવા માટે પ્રોત્સાહન આપ્યુ હતુ. તે ધીમે ધીમે ટ્રેનિંગ કરવા લાગી અને પોતે પહેલાં કરતા વધારે ફિટ અનુભવવા લાગી હતી.

ડૉ. શર્વરી કહે છેકે, તે પહેલાં પુશઅપ્સ અને પુલઅપ્સ કરી શકતી ન હતી, પરંતુ હવે તે કોઈ પણ પરેશાની વગર વજન ઉપાડી શકે છે. તે ચારવાર એશિયા વીમેન વેટ ટ્રેનિંગ એવોર્ડ જીતી ચૂકી છે.

ડૉ.શર્વરીનાં પરિવારમાં પતિ અને બે બાળકો છે. મોટા પુત્રની ઉંમર 17 વર્ષ છે અને નાનાની ઉંમર 14 વર્ષ છે. ડૉ. શર્વરીએ જણાવ્યુકે, તે વેટ લિફ્ટિંગ અને અન્ય એક્સરસાઈઝ માટે પોતાના મેડિકલ પ્રોફેશનમાંથી દરરોજ 2 કલાક કાઢે છે. તેના સિવાયે તે પોતાના ડાયેટ ઉપર પણ વધારે ધ્યાન આપે છે.

error: Content is protected !!