2 વર્ષના દીકરાને બચાવવા માટે પિતાની ભાવુક અપીલ-‘મારા બાળકને બચાવી લો, ભલે મને જેલમાં નાંખી દો’
બિહાર:સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાતા 10 મહિનાના આયંશને 16 કરોડના ઇન્જેક્શનની જરૂર છે. આયંશના પિતા આલોક કુમાર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના બાળકને બચાવવા માટે લોકોની મદદ માંગી રહ્યો છે. સાથે જ, તે કહી રહ્યો છે કે મારા ભાઈએ 10 વર્ષ પહેલા કરેલી ભૂલ માટે મને સજા ન આપો. મારા વિશે ખોટી અફવાઓ ન ફેલાવો. બાળકની બીમારી અંગે આલોકને કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, વાંચો તેની જુબાની…
પ્લીઝ હાથ જોડીને પ્રાર્થના છે, ભગવાનનું સ્વરૂપ બાળક છે. તમારા ઘરમાં પણ બાળકો હશે. બાળક પ્રત્યે કોઈ પણ પ્રકારની દુર્ભાવના ન રાખો, તેને બચાવો. “હું આલોક કુમાર સિંહ છું મારા બાળકનું નામ અયાંશ છે જે એક ગંભીર બીમારીથી પીડિત છે, જેને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર છે. હું અને મારી પત્ની અમારા બાળકને બચાવવા માટે રાત -દિવસ લોકોની મદદ માગી રહ્યા છીએ. કેટલાક લોકો મારા વિશે અફવાઓ ફેલાવે છે મારા ભાઈની રાંચીમાં એક સંસ્થા હતી જે 2012માં બંધ થઈ હતી. જેમાં હું પણ ભાગીદાર હતો.
સંસ્થા બંધ થયા બાદ 2014માં મારા લગ્ન થયા. મારી એક દીકરી છે જે સ્વસ્થ છે. 2017માં જન્મેલો દીકરો આ પ્રકારની બીમારીને કારણે છ મહિનામાં અમને છોડીને જતો રહ્યો. પછી મારા બીજા પુત્રનો જન્મ સપ્ટેમ્બર 2020માં થયો હતો. તેનું નામ આયંશ છે જેને તમે જોઈ રહ્યા છો. SMA type 1થી પીડિત છે જેને અમે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
આઠ વર્ષ પહેલા હું મારા ભાઈથી અલગ થઈ ગયો. મારા ભાઈએ 10 વર્ષ પહેલા કંઈક ખોટું કર્યું છે અથવા મેં કોઈ ભૂલ કરી છે. તો પછી તેની સજા 10 મહિનાનાં આયંશને શા માટે? જો તમે આ બાળકને બચાવી શકતા નથી, તો ખોટો પ્રચાર કરીને તેને મારવાનો પ્રયાસ કરશો નહીં. હું લાચાર પિતા છું, હું તમારા બધા પાસે મારા બાળકનું જીવન માંગુ છું. જો સરકાર કે તમારી નજરમાં હું ક્યાંય ખોટો હોઉં તો મારી મિલકત વેચીને મને જેલમાં નાખીને મારા બાળકને બચાવો.
જો મારી પાસે બહુજ પૈસા હોત તો હું બિહારના મુખ્યમંત્રીના જનતા દરબાર સામે રસ્તા પર બેસીને મારા બાળકના જીવન માટે ભીખ માંગતો ન હોત. તમે મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન અને રાજ્યપાલથી લઈને રાષ્ટ્રપતિ સુધી પોતાના બાળક માટે વિનંતી કરી રહેલા પિતાની સ્થિતિ સમજી શકો છો.
જેમને મારા ખાતાની માહિતી જોઈએ છે તેમને હું કહેવા માંગુ છું કે, એકવાર મારા ઘરે આવો અને હું બધી માહિતી આપીશ. આવો મારા ઘરે બેસો અને પહેલેથી જ જાહેર છે તે બધું જુઓ. તમામ મીડિયા બતાવે છે, હું ફેસબુક દ્વારા દૈનિક અપડેટ્સ પણ આપું છું. તમને લોકોને વિનંતી છે, મારા દીકરાનો ચહેરો જુઓ, મારી હાલત જુઓ, અમે બાળક માટે ભીખ માંગી રહ્યા છીએ.
મહેરબાની કરીને તમને લોકોને વિનંતી છે, મારા પુત્રનો ચહેરો જુઓ. મારી સ્થિતિ જુઓ. અમે બાળક માટે ભીખ માંગી રહ્યા છીએ. ત્રણ મહિનાથી અમે રાત -દિવસ ભીખ માગીએ છીએ. મારી પીડાને સમજો, જો કોઈને મારી સાથે ફરિયાદ હોય તો તેણે મારી પાસે આવીને મને તેની ફરિયાદ જણાવવી જોઈએ.
હું મારાથી બને તેટલી મદદ કરીશ, પરંતુ અત્યારે આ બાળકને સૌથી વધુ મદદની જરૂર છે. કૃપા કરીને અફવાઓ ન ફેલાવો, કૃપા કરીને મારા બાળકને બચાવો. હાથ જોડીને, હું બધા ભાઈઓને વિનંતી કરું છું કે બાળકને બચાવો. તમે લોકો 10 વર્ષ જૂની વાતોનું સત્ય જાણતા નથી. ફક્ત અહીં-તહીં શેર કરી રહ્યા છો. મેં પહેલેથી જ એક પુત્ર ગુમાવ્યો છે, તમે બીજા પુત્રને બચાવો.
જો મારી પાસે પૈસા હોય તો શું હું ભીખ માંગતો? મુખ્યમંત્રી પાસે જઈ રહ્યો છું. જિલ્લા અધિકારી પાસે જઈ રહ્યો છું. વડાપ્રધાન રાષ્ટ્રપતિને વિનંતી કરી રહ્યો છું. હું પગ પકડુ છું કોઈ મારા દીકરાને બચાવી લો. કૃપા કરીને અફવાઓ ન ફેલાવો. પહેલા મારા બાળકને બચાવો, પછી તમને જે પણ ફરિયાદ હોય તો મને કહેજો.