નકલી પોલીસે ઘરમાં પાડી રેડ, ને પકડાયું અસલી સેક્સ રેકેટ, પછી જે થયું તેની કલ્પના પણ ના કરી શકો

એક એવી ઘટના સામે આવી છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. નકલી પોલીસ અને મીડિયા કર્મચારી તરીકે યુવતી અને તેના ત્રણ સાથીઓએ એક ઘરમાં દરોડો પાડ્યો હતો. તેણે સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવતા લોકોને ધમકાવ્યા હતા. મહિલાને થપ્પડ મારીને તેની પાસેથી મંગળસૂત્ર છીનવી લીધું હતું. તેણે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. નકલી પોલીસે જે ઘરમાં દરોડો પાડ્યો હતો તેના વીડિયોમાં યુવક-યુવતીઓ અલગ-અલગ રૂમમાં વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા.આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે.

નકલી પોલીસ અને મીડિયા કર્મચારી તરીકે યુવતી અને તેના ત્રણ સાથીઓએ એક ઘરમાં દરોડો પાડ્યો. તેણે સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવતા લોકોને ધમકાવ્યા હતા. મહિલાને થપ્પડ મારીને તેની પાસેથી મંગળસૂત્ર છીનવી લીધું હતું. તેણે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો, ત્યારબાદ પોલીસે કેસ નોંધ્યો. પોલીસ આરોપીને શોધી રહી છે. જોકે, ઘરમાં ગેરરીતિ થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. VIDEOમાં છોકરા-છોકરીઓ વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યા છે.

આ શોકિંગ બનાવ ઉજ્જૈનમાં બન્યો છે. સુદામાનગરની રહેવાસી સીમા કુશવાહાએ જણાવ્યું કે આ ઘટના 23 ફેબ્રુઆરીની છે. તેની મિત્ર સોનાએ સુભાષનગરમાં ભાડે મકાન લીધું છે. હું સામાન ગોઠવવા માટે મદદ કરવા ગઈ હતી. આ દરમિયાન તેનો પતિ કુણાલ ઓનલાઈન મીટિંગ કરી રહ્યો હતો. સોનાનો મિત્ર અને એક છોકરો પણ ઘરે હતા. હું તેમને ઓળખતી નથી. ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. દરવાજો ખોલતાની સાથે જ ચાર લોકો ધડાધડ અંદર ઘુસી આવ્યા. તેમની સાથે એક છોકરી પણ હતી. તેઓએ કહ્યું- અમે પોલીસ છીએ, સાથે મીડિયા પણ છે. તેઓ કહેવા લાગ્યા કે અહીં શું ખોટું કામ થઈ રહ્યું છે.

આરોપીએ તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
આ દરમિયાન ઘરમાં હાજર યુવક અને યુવતી ભાગી ગયા હતા. ઘરમાં ઘૂસેલા લોકોએ મોબાઈલથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. કહ્યું- અહીં ખોટું કામ થાય છે, બધા પુરાવા છે. અત્યારે પાંચ લાખ રૂપિયા આપો, નહીંતર તમને બળાત્કારના કેસમાં ફસાવી દેવામાં આવશે. આખી જીંદગી જેલમાં સડતા રહેશો, મને બહુ બીક લાગી. એક યુવકે મારી પાસે મંગળસૂત્ર માંગ્યું, જ્યારે મેં ના પાડી તો તેણે થપ્પડ મારીને તે છીનવી લીધું. પછી સ્થળ પર 50 હજાર રૂપિયા માંગ્યા, મેં 30 હજાર રૂપિયા આપ્યા. ત્યાર બાદ રેકોર્ડીંગ અને વિડીયો પરિચિતને મોકલીને ધમકી આપી હતી કે પાંચ લાખ આપો નહીં તો વાઈરલ કરીને બદનામ કરીશું.

મકાન માલિકના મિત્રએ આરોપીને ફોન કર્યો હતો
ટીઆઈ તરુણ કુરિલે જણાવ્યું કે ચારેય આરોપીઓએ પોલીસ અને પત્રકાર તરીકે ઓળખ આપીને ગુનો કર્યો છે. પ્રિયા નામની મકાનમાલિકની મિત્રએ ચારેયને બોલાવ્યા હતા. ચારેયને શોધી રહ્યાં છીએ. તેમને પકડવા પર ખબર પડશે કે કોણ પોલીસ અને પત્રકાર બન્યા છે. તેની પૂછપરછ કર્યા બાદ પ્રિયા પણ આરોપી બની શકે છે.

VIDEOમાં યુવક અને યુવતી વાંધાજનક હાલતમાં દેખાયા
નકલી પોલીસે જે ઘરમાં દરોડો પાડ્યો હતો તેના વીડિયોમાં યુવક-યુવતીઓ અલગ-અલગ રૂમમાં વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. એક યુવક અને યુવતી પણ દોડતી જોવા મળી રહી છે.

error: Content is protected !!