Exclusive: તમે ક્યારેય વિચાર્યું છે કે જેઠાલાલ ક્યાંથી મંગાવે છે ચા ને લસ્સી?

નીકિતા ભોંસલે, મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 14 વર્ષથી ટીવી પર આવી રહી છે. આ સીરિયલનો ચાહકવર્ગ આગવો છે. આ સીરિયલના દરેક નાના-મોટા પાત્રોએ ચાહકોમાં અલગ ઓળખ ઊભી કરી છે. આજે અમે તમને જેઠાલાલની દુકાન અંગે વાત કરીશું. જેઠાલાલ પોતાની ગડા ઈલેક્ટ્રોનિક્સમાં નટુકાકા તથા બાઘા સાથે જોવા મળે છે. જ્યારે કોઈ ગ્રાહક વસ્તુ ખરીદે તો જેઠાલાલ તેમના માટે લસ્સી કે પછી ચા મંગાવે છે.

તમે આ સીરિયલ જોતા હશો તો તમને આ વાતની ખબર હશે. સાચી વાત એ છે કે લસ્સી અને ચાની દુકાન સેટ પર ઊભી કરવામાં નથી આવી પરંતુ વાસ્તવમાં આ દુકાનો મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.

જેઠાલાલ પોતાની ગડા ઈલેક્ટ્રોનિક્સમાં નટુકાકા તથા બાઘા સાથે જોવા મળે છે. જ્યારે કોઈ ગ્રાહક વસ્તુ ખરીદે તો જેઠાલાલ તેમના માટે લસ્સી કે પછી ચા મંગાવે છે. તમે આ સીરિયલ જોતા હશો તો તમને આ વાતની ખબર હશે. સાચી વાત એ છે કે લસ્સી અને ચાની દુકાન સેટ પર ઊભી કરવામાં નથી આવી પરંતુ વાસ્તવમાં આ દુકાનો મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.

લસ્સી આવે છે અહીંથીઃ જેઠાલાલની લસ્સી બેસ્ટ ફાલુદા નામની શોપમાંથી આપે છે. આ શોપ પણ ગડા ઈલેક્ટ્રોનિક્સની ગલીમાં જ આવેલી છે.

ગડા ઈલેક્ટ્રોનિક્સ સાથે 13 વર્ષનો સંબંધઃ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી આ દુકાનનું નામ પહેલાં કન્ઝ્યૂમર શોપ હતું પરંતુ સીરિયલ માટે દર વખતે ગડા ઈલેક્ટ્રોનિક્સનું બેનર લાગતું અને તેને કારણે જ દુકાનના માલિકે સીરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીને વિનંતી કરી કે તેઓ પોતાની દુકાન નામ ગડા ઈલેક્ટ્રોનિક્સ રાખવા ઈચ્છે છે અને તેઓ માની ગયા હતાં.

જ્યારે પણ ગડા ઈલેક્ટ્રોનિક્સમાં શૂટિંગ કરવામાં આવે ત્યારે એકાદવાર અચૂકથી અહીંયાની લસ્સી મગાવવામાં આવે છે. ગડા ઈલેક્ટ્રોનિક્સના રિયલ માલિક પણ અહીંથી ઘણીવાર લસ્સી મગાવે છે.

નટુકાકા ને બાઘા અવાર-નવાર સીરિયલમાં ગડા ઈલેક્ટ્રોનિક્સમાં હોય ત્યારે ચા મગાવતા હોય છે. વાસ્તવમાં આ હોટલમાંથી ચા આવતી હોય છે. જ્યારે પણ અહીંયા શૂટિંગ હોય ત્યારે હોટલ સમુદ્રની ચા સીરિયલના યુનિટમાં ફેવરિટ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હજી સુધી લસ્સી તથા ચાની દુકાન બતાવવામાં આવી નથી. સીરિયલમાં માત્ર ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાન જ બતાવવામાં આવે છે. આ સીરિયલ છેલ્લાં 12 વર્ષથી ટેલિકાસ્ટ થઈ રહી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગડા ઈલેક્ટ્રોનિક્સની રિયલ માલિક તથા તેમની પત્ની અત્યાર સુધી 20-25 વાર ગ્રાહક તરીકે જોવા મળ્યા છે. ગડા ઈલેક્ટ્રોનિક્સ મુંબઈમાં સેલિબ્રિટી પોઈન્ટ બની ગઈ છે. આ દુકાનને જોવા માટે ચાહકો દૂર-દૂરથી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!