ગુજરાતમાં આવેલું 700 વર્ષ જુનુ ગણેશજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતીક, ઔરંગઝેબની સેના પણ મંદિર તોડી શકી ન હતી

નવસારી: ની પાસે સિસોદ્રાગામે 700 જુનુ ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરનો ઈતિહાસ ચમત્કારથી ભરેલો છે. મંદિરને ઔરંગઝેબની સેનાએ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, તોડી શક્યા ન હતા. જેથી દુદાળા દેવથી પ્રભાવિત થઈ ઓરંગઝેબે જમીન દાનમાં આપી હતી. ગણેશ મહોત્સવ નિમિત્તે આ મંદિરમાં દર વર્ષે ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

 

ઔરંગઝેબે શરણાગતિ સ્વીકારી મંદિર માટે જમીન દાનમાં આપી                                        નવસારીને અડીને આવેલા નેશનલ હાઇવે-8 ના ગણેશવડ સિસોદ્રાગામે 700 વર્ષ જુનું મંદિરનો ઈતિહાસ ચમત્કારથી ભરેલો છે. મુસ્લિમ સુલ્તનના રાજા ઓરંગઝેબે હિન્દુસ્તાનમાં આવેલા મંદિરોને તોડી પાડવાનું બીડું ઝડપી મંદિરો ધ્વસ્ત કરતા કરતા સિસોદ્રા ગામના મંદિર પાસે રાજાનું સેન્ય આવ્યું હતું. પરંતુ ચમત્કારિક વડલામાં બિરાજમાન ગણપતિદાદાના ભમરાઓ સૈનિકને બે વખત ભગાડવામાં કામયાબ થતા ઔરંગઝેબે શરણાગતિ સ્વીકારી મંદિર માટે જમીન દાનમાં આપી દસ્તાવેજી પુરાવાઓ આપ્યાં હતા. ત્યારથી આજદિન સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવાચાકરી કરી રહ્યાં છે. ગણેશ ચોથના દિવસે અહી ગણપતિબાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

ઔરંગઝેબના હાથે લખાયેલા દસ્તાવેજ હજુ પણ ગોસ્વામી પરિવારે સાચવી રાખ્યા               એક જમાનામાં જંગલી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ગણાતો આ વિસ્તાર વડલાઓથી શોભતો હતો. વડલાઓથી ભરપૂર આ વિસ્તારમાં શ્રીજી માટે મનગમતી જગ્યા બની જતા વડલામાં બાપાએ રહેઠાણ બનાવ્યું હતું. ઓરંગઝેબના આક્રમણ બાદ મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થાઓ વધી જતા ગણપતિદાદા મનોવાંછિતફળ આપનારા સાબિત થતા ગયા. જેને કારણે મહારાષ્ટ્રના ભક્તોની સંખ્યાઓ વધી ગઈ છે. આટલા વર્ષો બાદ પણ ગોસ્વામી પરિવારે ઔરંગઝેબના હાથે લખાયેલા દસ્તાવેજ સાચવી રાખ્યા છે. ઔરંગઝેબ દ્વારા આપવામાં આવેલી જમીનમાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેઓ બીજી અન્ય જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે.

 

ગણેશવડ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે અને બાધા માટે પણ આ ગણેશ વર્ષથી પૌરાણિક અને લોકપ્રિય છે. ભક્તો વડમાં ગણેશ બાપાને જીવત સ્વરૂપમાં જુએ છે. નવસારી જિલ્લા સહિત અનેક જિલ્લાને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર વર્ષે અને ખાસ કરીને ગણેશ મહોત્સવમાં આ ગણેશવડની મુલાકાત લે છે.

ભક્તોને આ મંદિરમાં વધુ પડતી આસ્થાં   એતિહાસિક મહત્વ ધરાવતા નવસારી જિલ્લાના ગણેશવડ સિસોદ્રાગામે ભક્તોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો આવ્યો છે. તેમ છતાં મંદિરનો જીનોદ્ધારમાં કસર દેખાઈ રહી છે. મુસ્લિમ રાજા પણ મંદિરથી પ્રભાવિત થઇ જમીનદાન આપી હોય ત્યારે સરકારે આ મંદિરનો વિકાસ કરવામાં કેમ કસર રાખી આ બાબતે વિચારવાની જરૂર છે. આશી નાયક નામની યુવતીના જણાવ્યાં મુજબ આ મંદિરમાં અમારો સમગ્ર પરિવાર વર્ષ દરમિયાન આશીર્વાદ લેતું આવ્યું છે અને ખાસ કરીને ગણેશ મહોત્સવમાં અમે ગણેશ મંદિરે અચૂક આવીએ છીએ. ગણેશવડમાં મનોકામના પૂર્ણ થાય છે એટલે આ પૌરાણિક મંદિરમાં અમને વધુ પડતી આસ્થાં છે.

ભમરાઓએ ઔરંગઝેબની સેનાને હેરાન કરી ભગાડ્યા હતાં                                                                 પૂજારી પરિવારમાંથી આવતા અંકિત ગોસ્વામીના જણાવ્યાં મુજબ આ મંદિર અતિ પૌરાણિક હોવાથી અનેક દંતકથાઓ મંદિર સાથે જોડાયેલી છે. ખાસ કરીને ઔરંગઝૈબ હિન્દુ મંદિરો તોડવા માટે પ્રખ્યાત હતો. તેણે આ મંદિર વિશે ઘણું સાંભળ્યું હતું અને આ મંદિર તોડવા માટે સેનાને મોકલી હતી.

ત્યારે બાપાના ચમત્કારથી વડમાં રહેલા ભમરાઓએ તેમને હેરાન કરી હતી અને ભગાવી મુક્યા હતા.જેથી પ્રભાવિત થઈ ઓરંગઝેબ તાત્કાલિક મંદિર ના નિર્માણ માટે અને તેની જમીનને પૂજારીઓ દાન આપવાનો નિર્ણય કર્યો હતો તેના પુરાવા રૂપે અમારી પાસે જે તે સમયના લિખિત ઔરંગઝેબના દસ્તાવેજો છે.

error: Content is protected !!