ઇતિહાસમાં પહેલી વાર દ્વારકા મંદીરના શિખર પર પાંચમી ધ્વજા ન ચડી, જાણો કેમ….

દ્વારકા ; યાત્રાધામ દ્વારકાના જગત મંદીરના શિખર પર ધ્વજાઆરોહણ કરવાનું ખાસ્સુ મહત્વ છે.દેશ પરદેશથી ભાવિકો દ્વારકા ધ્વજાઆરોહણ કરવા આવે છે. દરરોજ શિખર પર પાંચ ધ્વજાનુ આરોહણ થાય છે અને લાંબા સમય સુધી તેનું વેઇટીંગ લીસ્ટ છે.

આ ધ્વજાઆરોહણ અબોટી બ્રાહ્મણ ત્રિવેદી પરીવારના વંશજો કરતા આવે છે. થોડા દિવસો પૂર્વે તા.23 ઓકટો.ના જગતમંદિરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સાંજે છેલ્લી ધ્વજાઆરોહણ સમયે અંધારૂ થવાથી પગથિયા પર પગ લપસતા ધ્વજાઆરોહણ કરવા ગયેલા ભરત તુલસીદાસ ત્રિવેદી નામના વ્યક્તિ ઘાયલ થયા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે દ્વારકા બાદ સારવાર માટે જામનગર હોસ્પિટલમાં રીફર કરાયા હતા.સાંજે અંધારૂ થતા ઉકત ઉકત બનાવ બન્યો હતો,સાંજે છેલ્લી ધ્વજાઆરોહણનો સમય સાત વાગ્યાનો છે.

પરંતુ ધ્વજાઆરોહણ કરવાવાળા ભક્તો દ્વારા પુજાવિધી તથા ઉત્સાહ સાથે નાચગાન, પ્રદક્ષીણા વગેરેમાં સમય વધારે લેતા ધ્વજાજી મંદિર સુધી પહોચતા મોડુ થતા અંધારૂ થઈ જાય છે. જેથી આશરે દોઢસો ફૂટ ઉંચા જગતમંદિરના શિખર પર ધ્વજાઆરોહણ કરવામાં સમસ્યા પડે છે.

હાલમાં થયેલા અકસ્માતના લીધે ધ્વજાઆરોહણ કરતા અબોટી બ્રહ્મ સમાજ દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ આવેદન આપી સમય મર્યાદામાં ધ્વજાઆરોહણ કરવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું. જો સમય મર્યાદામાં ધ્વજાજી તેમને સોપવામાં નહી આવે તો તે ધ્વજાજી ચડાવવામાં નહી આવે તેવું જણાવવામાં આવ્યું હતું. ગત તા.11 નવે.ના સાંજે છેલ્લી ધ્વજાજી સમયસર ન મલતા તે દ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું ન હતું. જે જગતમંદિરના ઇતિહાસમાં સંભવત પ્રથમ વખત બન્યું હતું.જેથી પોરાણિક પરંપરા તુટી હતી.

error: Content is protected !!