માતાના જન્મદિવસે જ 15 વર્ષના દીકરાએ આત્મહત્યા કરી લીધી, આમ કરવા પાછળનું કારણ દરેક પરિવારે વાંચવું જ જોઈએ
એક શોકિંગ અને માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. માત્ર 15 વર્ષના દીકરાએથી શાળાનો યુનિફોર્મ ન મળવાના કારણે સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં લખ્યું કે- હવે તમને ક્યારેય સ્કૂલ જવા માટે મોડું નહીં થાય, દુનિયાની શ્રેષ્ઠ જન્મદિવસની ભેટ, હેપ્પી બર્થ ડે મમ્મી. માતાના જન્મદિવસે પુત્રએ સુસાઈડ નોટમાં જે લખ્યું તે વાંચીને બધા ચોંકી ગયા હતા, આવો જાણીએ વિગતે…
નવા યુનિફોર્મ માટે બે દિવસથી જીદ કરતો
આ મામલો અલવરના બેહરોર વિસ્તારનો છે. વિદ્યાર્થીની માતા સરકારી શાળામાં શિક્ષિકા છે. પતિનું પણ અવસાન થઈ ચૂક્યું છે. તેને વિધવા ક્વોટામાં નોકરી મળી છે. કંચન બેહરોરમાં વોર્ડ 2માં ભાડાના મકાનમાં પુત્ર રોહિત (15) સાથે રહેતી હતી. રોહિત બેહરોરની એક ખાનગી શાળામાં ધોરણ 10નો વિદ્યાર્થી હતો. રોહિતની મોટી બહેન મામા સાથે રહે છે. તે ધોરણ 12 ની વિદ્યાર્થીની છે. બે દિવસથી રોહિત સ્કૂલના નવા યુનિફોર્મ માટે જીદ કરી રહ્યો હતો.
સાંજે યુનિફોર્મ અપાવી દેવાનું વચન આપીને માતા ગઈ હતી
શુક્રવારે કંચનનો જન્મદિવસ હતો. માતાએ રોહિતને વચન આપ્યું હતું કે શાળાએથી પાછા ફર્યા બાદ તે સાંજે તેને નવો યુનિફોર્મ અપાવી દેશે.પણ સમય ન મળવાને કારણે માતા રોહિત માટે યુનિફોર્મ લાવી શકી નહોતી. શાળાએ જતા પહેલા રોહિતે તેની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે શાળાનો નવો યુનિફોર્મ લઈ આપવાની પણ વાત થઈ હતી.
માતાના ઠપકાનું લાગી આવ્યું
દીકરો વારંવાર માતાને યુનિફોર્મ લઈ આપવાની જીદ કરી રહ્યો હતો. આ બદલ ઠપકો પણ આપ્યો હતો. અને કહ્યું હતું કે- આજે હું શાળા માટે લેટ થઈ રહી છું. હું તમને સાંજે આપવીશ. રોહિતને તેની માતાના ઠપકાનું એવું લાગી આવ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી.
શાળાએથી ખુશી-ખુશી ઘરે પરત આવી
શાળામાં વર્ગના બાળકોએ પણ કંચનનો જન્મદિવસ ઉજવ્યો હતો. બ્લેક બોર્ડ પર કંચનના જન્મદિવસનું લખાણ લખ્યું હતું અને મોબાઈલમાં ફોટા પણ પાડ્યા હતા. કંચન સાંજે શાળાએથી ખુશી-ખુશી ઘરે પરત આવી. જ્યારે હું ઘરે પહોંચી તો દરવાજો અંદરથી બંધ હતો, માટે મેં મારા પુત્રને ફોન કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો.
પડોશીઓની મદદથી રૂમનો દરવાજો તોડ્યો
ગભરાઈને કંચને પડોશીઓની મદદથી રૂમનો દરવાજો તોડીને અંદર જોયું તો માતાના પગ તળેથી જમીન ખસકી ગઈ. લાડલો દીકરો રોહિત રૂમમાં પંખા સાથે દોરડાની મદદથી લટકતો હતો. નજીકમાં પ્લાસ્ટિકનું સ્ટૂલ પડેલું હતું. સ્કૂલની કોપી પર રોહિતે લખ્યું હતું- હવે તમે ક્યારેય સ્કૂલ માટે ક્યારેય લેટ નહીં થાય, રોહિતના મૃતદેહને દોરડું કાપીને નીચે ઉતારવામાં આવ્યો અને પોલીસને જાણ કરવામા આવી હતી.
પરિવારે રિપોર્ટ નોંધાવ્યો
માતાના જન્મદિવસે પુત્રએ સુસાઈડ નોટમાં જે લખ્યું તે વાંચીને બધા ચોંકી ગયા હતા, આ મામલે કંચનના સંબંધી ગ્રામ પંચાયત ગુંટીના સરપંચ અનિલ કુમાર મીણાએ ફરિયાદ નોંધાવી છે. હાલમાં ઘરમાં કોઈ વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી. પોલીસ આ કેસમાં ખાનગી શાળાની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.વિધવા માતાએ પાડોશીની મદદથી દરવાજો તોડીને અંદર જોયું તો લાડકવાયા દીકરાનો મૃતદેહ લટકતો હતો, પિતાનું પણ થઈ ચૂક્યું છે મોત, સુસાઈડ નોટમાં લખ્યું- ‘હેપ્પી બર્થ ડે મમ્મીજી….