ભુલથી પણ ન કરતા આવી ભુલ, નહીંતર તૂટી પડશે મુસીબતોનો પહાડ

લગભગ બધા જ ઘરમાં દેવી-દેવતાઓની પ્રતિમા અથવા ફોટા સ્થાપિત કરવામાં આવે જ છે. પરંતુ ભગવાનના કેટલાક સ્વરૂપ શુભતા પ્રદાન નથી કરતા. વાસ્તુની માન્યતાનુસાર દેવી-દેવતાઓની કેટલીક પ્રતિમાઓના દર્શન કરવાથી જીવનમાં ભયંકર સંકટ આવી પડે છે.

– એક જ દેવી કે દેવતાના બે સ્વરૂપને મંદિરમાં સ્થાન ન આપવું જોઈએ. તેનાથી ગૃહ ક્લેશ વધી જાય છે.

– મંદિરમાં ભગવાનના શાંત, સૌમ્ય સ્વરૂપને જ સ્થાન આપવું જોઈએ. તેનાથી સકારાત્મક શક્તિનો સંચાર ઘરમાં થશે.

– દેવી દેવતાઓના દર્શન કરતી વખતે ક્યારેય તેમની પીઠના દર્શન ન કરવા. તેનાથી અશુભતાનો સંચાર થાય છે, ખાસ કરીને ગણેશજીની પીઠના દર્શન ન કરવા જોઈએ. કારણ કે તેમની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે.

– દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિને ઘરમાં ન રાખવું. તેને નદીમાં પ્રવાહીત કરી દેવું જોઈએ. તેમની પૂજા કરવાથી પણ નકારાત્મકતા ફેલાય છે.

– મંદિરમાં ભગવાનની પ્રતિમાને એકબીજાની સામે સ્થાપિત ન કરવી.

– ભગવાનની યુદ્ધ કરતી મુદ્રા કે વિનાશકારી સ્વરૂપને પણ ઘરમાં સ્થાન ન આપવું. ઉપરાંત ઘરમાં શનિ, રાહુ કે કેતુની પ્રતિમાને પણ સ્થાન ન આપવું.

error: Content is protected !!