દિવ્યાંગ યુવતીને 8 વર્ષ બંધક બનાવી….મને પેશાબ પીવડાવ્યો, જીભથી જમીન સાફ કરાવી, વર્ષોથી અંધારામાં કેદ છું વધુ ને વધુ શેર કરો…

દિવ્યાંગ યુવતીને 8 વર્ષ બંધક બનાવી….મને પેશાબ પીવડાવ્યો, જીભથી જમીન સાફ કરાવી, વર્ષોથી અંધારામાં કેદ છું વધુ ને વધુ શેર કરો…

29 વર્ષની આદિવાસી દિવ્યાંગ યુવતી પર મહિલા નેતા સીમા પાત્રાએ સતત 8 વર્ષ સુધી ક્રૂરતા પૂર્વક અત્યાચાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેણે અત્યાચાર કર્યો તે મહિલા નેતાના પતિ મહેશ્વર પાત્રા નિવૃત્ત IAS ઓફિસર છે. મહિલા નેતાના ઘરે આ યુવતી કામ કરતી હતી અને તેમાંથી તેને બંધક બનાવીને અત્યાચાર કરવા લાગ્યા. યુવતીને પોલીસની મદદથી બચાવી લેવાઈ છે.

વર્ષોથી સૂર્ય પ્રકાશ પણ જોયો નથી. વર્ષોથી અંધારામાં કેદ છું
યુવતીએ કહ્યું કે, મને પૂરતું ભોજન અપાતું નહોતું. લોખંડના દંડાથી મારવામાં આવતી અને ગરમ તવાથી ડામ આપવામાં આવતા. હાલમાં આ યુવતીને બચાવીને રાંચી રિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. સુનિતાએ પોલીસને જણાવ્યું કે, માલકણ એટલી અત્યાચારી હતી કે લોખંડનો પાઈપ ફટકારીને દાંત તોડી નાંખ્યા. ચાલી પણ શકાતું નહોતું. ઘસડાઈને ચાલતી હતી. મને ગોંધી રાખી હતી એટલે પેશાબ ત્યાં જ થઈ જતો. ક્યારેક પેશાબ રૂમની બહાર જાય તો જીભથી જમીન સાફ કરાવતી. મેં વર્ષોથી સૂર્ય પ્રકાશ પણ જોયો નથી. વર્ષોથી અંધારામાં કેદ છું. આ ભયાનકતા સામે આવ્યા પછી મહિલા નેતાને પક્ષમાંથી હાંકી કાઢી છે.

ઘર જવાનું કહ્યું તો માલકણ મારતી
પાત્રા દંપતી રાંચીના VIP વિસ્તારના અશોક નગરમાં રહે છે. પીડિત સુનિતાએ કહ્યું કે, હું ગુમલા ગામની રહેવાસી છું. સીમા પાત્રાના બે સંતાન છે. દીકરીને દિલ્હીમાં નોકરી મળી ને તે દિલ્હી જતી રહી. પછી મને 10 વર્ષ પહેલાં આ મહિલાને ત્યાં કામ મળ્યું. હું કામે લાગી ત્યારથી જ મને હેરાન કરાતી. હું કામ છોડી દેવા માગતી હતી પણ 8 વર્ષથી મને ગોંધી રાખી હતી. ઘરે જવાનું કહું તો મને ઢોર માર મારવામાં આવતો. બીમાર પડતી તો સારવાર પણ નહોતા કરાવતા.

પાત્રા દંપતીના કેદમાંથી આ રીતે મુક્ત થઈ યુવતી
સુનિતાએ એક દિવસ કોઈપણ રીતે સરકારી કર્મચારી વિવેક આનંદ બાસ્કેને મોબાઇલમાંથી મેસેજ મોકલીને પોતાના પર થઇ રહેલા અત્યાચારની જાણ કરી. એ પછી સરકારી અધિકારીએ પોલીસને જાણ કરી અને સુનિતાને રેસ્ક્યૂ કરવામાં આવી.

બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાનની સંયોજક હતી સીમા
સીમા પાત્રાના પતિ મહેશ્વર પાત્રા રાજ્યમાં આપદ્દા પ્રબંધન વિભાગમાં સચિવ હતા અને ડેવલપમેન્ટ કમિશનરના પદેથી રિટાયર થયા. સીમા ભાજપની નેતા પણ છે. તેને પાર્ટીએ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનની પ્રદેશ સંયોજક બનાવાઇ હતી.

SC-STની કલમો હેઠળ ગુનો નોંઘાયો
સીમા પાત્રા હેઠળ રાંચીના અરગોડા પોલીસ મથકમાં SC-STની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં હટિયાના ડીએસપી રાજા મિત્રાને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. સુનિતાની સુરક્ષા માટે બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ મૂકાઈ છે.