પોતાના પરિવાર માટે આટલી સંપત્તિ મૂકીને ગયા છે દિલીપકુમાર, ફક્ત એક બંગલાની જ કિંમત છે 250 કરોડ રૂપિયા

મુંબઈઃ બોલિવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 98 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપકુમારે ઘણી મહાન ફિલ્મોમાં કામ કર્યું છે. તે પોતાના જમાનાના જાણીતા અભિનેતા હતા અને ફિલ્મ કરવા માટે 1 લાખ રૂપિયા લેતા હતા. 50ના દાયકામાં આટલા પૈસા વસૂલનારા તે એકમાત્ર અભિનેતા હતા.

દિલીપકુમારનું સાચું નામ યુસુફ ખાન હતું. તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ માટે પોતાનું નામ બદલી નાંખ્યુ અને દિલીપકુમારના નામથી પ્રખ્યાત થયા. દિલીપ કુમારે ઘણી પ્રસિદ્ધિ મેળવી અને તે કરોડોની સંપત્તિના માલિક છે. સેલિબ્રિટી નેટ વર્થના રિપોર્ટ અનુસાર દિલીપકુમારની કુલ સંપત્તિ લગભગ 85 મિલિયન અથવા રૂ.627 કરોડ રૂપિયાની આસપાસ છે.

250 કરોડ રૂપિયાનો છે બંગલો
તેમની પાસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં 1,600 ચોરસ મીટરનો બંગલો પણ છે. જેની કિંમત 250 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. જો કે આ બંગલાને લઇને તેમનો ભાઈ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. હકીકતમાં, ઘણા વર્ષો પહેલા દિલીપકુમાર વતી સાયરા બાનુએ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું કે, આ સંપત્તિમાં દિલીપના બંને ભાઈઓનો કોઈ હિસ્સો નથી.

વર્ષ 2007માં આ પ્રોપર્ટી માટે એગ્રીમેન્ટ થયો હતો. જેમાં દિલીપકુમારને 1200 ચોરસફૂટ જગ્યા તેના ભાઈ અહેસાનને આપવાની હતી. જ્યારે અસલમને 800 ચોરસ ફૂટ જગ્યા આપવાની હતી. પરંતુ દિલીપકુમાર આ બંગલો ફરીથી બનાવવા માંગતા હતા. પરંતુ તેના ભાઈઓએ બંગલો ખાલી કર્યો ન હતો. આ બંગલો 1953માં દિલીપ કુમારે ખરીદ્યો હતો.

બંગલા સિવાય દિલીપ કુમારની અન્ય જગ્યાઓ ઉપર પણ સંપત્તિ છે. દિલીપકુમાર પાસે ખૂબ મોંઘા વાહનો છે. જ્યારે, તેના મૃત્યુ પછી, તેની બધી સંપત્તિ તેની પત્ની સાયરા બાનુ પાસે જશે. જણાવી દઇએ કે દિલીપકુમાર અને તેની પત્ની સાયરા બાનુને સંતાન નથી.

સંપત્તિ ઉપરાંત તેમની પાસે ઘણા સર્વોચ્ચ સન્માન પણ છે. ભારતીય ફિલ્મોમાં તેમના યાદગાર અભિનય માટે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘નિશન-એ-ઇમ્તિયાઝ’ થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2000માં તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, 7 જૂલાઈએ સવારે 7.30 વાગ્યે તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી બીમાર હતા. થોડા મહિના પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો બાદ તેને રજા આપવામાં આવી હતી. તો, જ્યારે તેમની તબિયત ફરીથી બગડી હતી, ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા.

તેમના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો. અને સાંજે 5 કલાકે જુહુ કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. દિલીપ કુમારના અવસાન પર અનેક જાણીતી હસ્તીઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતુ અને પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

error: Content is protected !!