ત્રણ બાળકોની માતા 10 વર્ષના લગ્નજીવનમાં 1-2 નહીં પણ 25 વખત પરપુરુષો સાથે ભાગી ગઈ, પતિએ કહ્યું કે હું….
આસામ: 40 વર્ષીય મહિલાની સ્ટોરી સાંભળીને તમે વિચારમાં પડી જશો. આ પરિણીત મહિલા કોઈ 1-2 નહીં પણ છેલ્લા 10 વર્ષમાં 25 વખત પરપુરુષ સાથે ભાગી ગઈ છે. પ્રેમીઓ સાથે ભાગતી મહિલાને ત્રણ બાળક છે. તેમાં દીકરીની ઉંમર 6 વર્ષ અને દીકરાની ઉંમર 3 વર્ષ અને 3 મહિનાની છે. આ મહિલા ભાગીને ઘરે આવે ત્યારે તેના સાસરીવાળા કોઈ પ્રશ્ન કે ગુસ્સો કરતા નથી. તેનો પતિ પણ તેને કઈ બોલતો નથી કારણકે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે.
ઘરેથી ભાગીને જાતે જ પાછી આવી જાય છે આ મહિલાએ ડ્રાઈવરની નોકરી કરતા મફિઝુદ્દીન સાથે લગ્ન કર્યા હતાં. તે આસામમાં ધિંગ લાહકર ગામમાં રહે છે. ત્રણ બાળકોની માતા હોવા છતાં તે અનેકવાર ઘરની બહાર જવા કોઈને કોઈ બહાનું જાય છે અને જાતે જ પાછી આવી જાય છે.
ભાગીં ગયા પછી ઘરે લોકોની માફી માગે છે ભાગેડુ પત્નીના પતિએ કહ્યું, અમારા નિકાહ વર્ષ 2011માં થયા. 10 વર્ષમાં મારી વાઈફ કુલ 25 વખત બીજા પુરુષ સાથે ભાગી ગઈ છે. જ્યારે પણ તે પાછી આવતી ત્યારે અમારા બધાની માફી માગતી અને ફરીથી આવું નહીં કરવાની વાત કરતી હતી. પણ આજ સુધી તેણે પોતાનું વચન નિભાવ્યું નથી.
આ વખતે બકરી માટે ઘાસચારો લાવવાનું કહીને ભાગી ગઈ ઘણીવાર મહિલા કોઈ સંબંધીને મળવા જવાનું તો ઘણીવાર તે સંબંધીના ઘરે રોકાવા જવાની વાત કરતી હતી. મફિઝુદ્દીને મીડિયાને કહ્યું કે, અમારે ત્રણ બાળકો છે. સૌથી નાનો દીકરો 3 મહિનાનો છે. હું બાળકોનું વિચારીને મારી પત્નીના પરાક્રમમની અવગણના કરું છું અને દર વખતે તેને સ્વીકારું છું. મફિઝુદ્દીને કહ્યું કે, 4 સપ્ટેમ્બરે હું કામ પરથી ઘરે આવ્યો ત્યારે મને મારા પિતાએ કહ્યું કે, મારી પત્ની ત્રણ મહિનાના બાળકને પાડોશીની પાસે મૂકીને ભાગી ગઈ છે. તેણે પાડોશીને એવું કહ્યું હતું કે તે બકરી માટે ઘાસચારો લેવા જાય છે. મને ખબર નથી તે ક્યારે પાછી આવશે.
‘હું મારી પત્નીને સાચો પ્રેમ કરું છું’ મફિઝુદ્દીનની પત્ની ઘર છોડીને ગઈ તે પહેલાં 22 હજાર રૂપિયા રોકડા અને ઘરેથી અન્ય વસ્તીઓ લઈને ગઈ હતી. પત્ની કોની સાથે ભાગી છે તેના વિશે પણ મફિઝુદ્દીનને કોઈ ખબર નથી.
‘મેં ક્યારેય પોલીસ ફરિયાદ કરી નથી’ વધુમાં મફિઝુદ્દીને કહ્યું, હું મારી પત્નીને સાચો પ્રેમ કરું છું અને અમારે ત્રણ બાળકો છે. હું મારી પત્નીનો સ્વીકાર નહીં કરું તો મારા બાળકોનું શું ? મેં આજ સુધી એક પણ પોલીસ ફરિયાદ કરાવી નથી. મફિઝુદ્દીનના પાડોશીએ કહ્યું કે, મુસ્લિમ વસતી ધરાવતા ગામમાં મહિલાને ઘણા બધા યુવાનો સાથે અફેર છે. તે દર વખતે અલગ-અલગ પ્રેમી સાથે ઘર છોડીને જતી રહે છે. થોડા અઠવાડિયાં કે ક્યારેક અમુક મહિના પછી તે સાસરે પરત આવી જાય છે.