ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે…આ ત્રણ લોકો મારા મોતનું કારણ, યુવકે લોહીના આંસુએથી રડતાં રડતાં જીવન ટૂંકાવ્યું

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક યુવકે ત્રણ વ્યક્તિઓ પર ટોર્ચરનો આરોપ લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો છે અને સુસાઈટ નોટ પણ લખી છે. ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે… વીડિયોમાં છેલ્લે એમ કહીને રડતાં ચહેરે ડિલિવરી બોયે ગળાફાંસો ખાધો હતો. ગેસ એજન્સીના 3 લોકોએ ટોર્ચર કર્યાના આક્ષેપ કર્યો છે.

કાંકરીયામાં ગેસ એજન્સીમાં નોકરી કરનાર યુવક રેવાભાઈ મકવાણા નારોલમાં રહે છે. રેવભાઈએ આજે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી દીધી છે. આત્મહત્યા પહેલા રેવાભાઈએ એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું છે કે, મને એજન્સીના મૌલિક, શીતલ અને રેખા ટોર્ચર કરે છે. મને ફોન કરીને ટોર્ચર કરવામાં આવે છે. હું આ લોકોને કારણે જ આત્મહત્યા કરું છું. આ 3 લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મારે કોઈના પૈસા આપવાના બાકી નથી. 12,000 ઉપાડ મેં લીધો છે. ગાડીના 10 હપ્તા બાકી છે.

4 વર્ષમાં મારો ફંડ જમા થયો છે. ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે. આ અંતિમ શબ્દો બોલીને રેવાભાઈએ આત્મહત્યા કરી દીધી હતી. જે મામલે નારોલ પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.મૃતકે આત્મહત્યા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં એજન્સીના 3 વ્યક્તિઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરીને તેમના કારણે આત્મહત્યા કર્યા હોવાનું જણાવ્યું હતું. નારોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે નારોલના ઇન્ચાર્જ પીઆઇ એચ.વી.સીસીરાએ જણાવ્યું હતું કે, અમારી પાસે વીડિયો અને સ્યુસાઇડ નોટ આવી છે. પરિવાર અત્યારે પીએમ કરાવીને અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યું છે. અમે પરિવારને ફરિયાદ માટે કહ્યું છે. પરિવાર આવતીકાલે ફરિયાદ નોંધાવવા આવશે.મારી માં આવતા જન્મે તારો જ છોકરો થાઉં, આ ત્રણ લોકોના કારણે આપઘાત કરું છું… વીડિયો બનાવીને અમદાવાદના યુવકે જીવન ટૂંકાવ્યું

error: Content is protected !!