રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ભાવિકો ચડાવે છે જીવતાં કરચલાં ? જાણો ઇતિહાસ

રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતાં કરચલાંથી અભિષેક કરવામાં આવતો હોય છે. મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતાં કરચલાં ભગવાન શિવને ચડાવવામાં આવ્યાં હતાં. ભાવિકોને કાનના રોગ દૂર થતા હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતાં કરચલાં લઈને પહોંચી પૂજા-અર્ચના કરી હતી. આ સાથે  મંદિરના નજીકના સ્મશાન ઘાટ પર મૃત્યુ પામનારનાં પરિવારજનો મરનારની ઈચ્છા અનુસાર તેની મન ગમતી ખાવાની અને પીવાની વસ્તુ અર્પણ કરે છે, જેથી તેના આત્માને શાંતિ મળે.

ભાવિકો કરચલાં ખરીદી અભિષેક કરે છે
ભાવિકોની માનતા પૂર્ણ થતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવતાં કરચલાંની ખરીદી કરીને એક થેલીમાં ભરી ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં રામનાથ-ઘેલા મહાદેવ પર જીવતાં કરચલાંનો અભિષેક કરીને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. જીવતાં કરચલાંનો અભિષેક કરવા પાછળ લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન રોકાયા હતા. એ બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો.

ભગવાન રામ શિવલિંગ પર કરચલાં જોઈ ઘેલા થયા-લોકવાયકા
લોકવાયકા પ્રમાણે, ભગવાન રામે તર્પણવિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી. સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી. આ દરમિયાન સમુદ્રનાં મોજાંને કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલાં આવી પડ્યાં. ભગવાન રામને સમુદ્ર દેવે કરચલાં જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા

કાનની રસી જેવા રોગો દૂર થાય છે
ભગવાન રામે કરચલાંને યોગ્ય સન્માન મળે એ ઉદ્દેશથી એક સૂચન કર્યું. આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલાં ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી લઈને આજ સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે. શિવલિંગ પર કરચલાં ચઢાવી ભક્તો કાનના થતા રોગો અંગે બાધા મૂકે છે. તો કેટલાકની મનોકામના પૂર્ણ થતાં બાધા છોડી પૂજન-અર્ચન કરતા હોય છે.

ભાવિકો માનતા પૂરી કરવા અને માનતા પૂરી થાય એની મનોકામના કરે છે
મંદિરમાં આજના દિવસે એ લોકો દર્શન કરવા આવતા હોય છે જેઓ શારીરિક રૂપથી કોઈ ને કોઈ બીમારીથી પીડિત હોય. જોકે આમાં ખાસ એવા લોકો હોય છે જે કાનની બીમારીથી વધુ પીડાતા વધુ હોય છે. આજના દિવસે શિવલિંગ પર કરચલાં એવા લોકો ચડાવતા હોય છે જેમની મનોકામના પૂરી થઇ હોય અને કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય એની મનત માગવા આવતા હોય છે.

મંદિર નજીકના સ્મશાન ઘાટ પર પિતૃતર્પણ માટે વાનગી, બીડીઓ અર્પણ
મંદિરની નજીક આવેલા રામઘેલા નામના સ્મશાનઘાટમાં મુત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન આજના દિવસે સ્મશાન ઘાટમાં તેમની ચિતાની અંતિમક્રિયા કરી હતી એ જગ્યા પર આવી પૂજાપાઠ કરે છે અને મૃતકની પસંદગીવાળી વસ્તુ પણ અર્પણ કરે છે, જેમ કે મારનાર બીડી-સિગરેટ દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવાની કોઈ વસ્તુનો શોખીન હોય તો મૃતકનાં પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને અર્પણ કરતા હોય છે. લોકોની માન્યતા એ છે કે આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે.

પરંપરા આજે પણ વર્ષોથી અંકબંધ
શિવભક્ત અભિષેકે જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારથી અહીં પોષ વદ એકાદશીના દિવસે રામનાથ ઘેલા મંદિરમાં દર્શન કરવા માટે આવું છું. અહીં ખૂબ જ આશ્ચર્ય થાય છે, પરંતુ એ પરંપરા આજે પણ વર્ષોથી અંકબંધ છે. અહીં લોકો જીવતાં કરચલાં ભગવાન શિવને ચડાવે છે. ભગવાન રામે જ્યારે શિવલિંગની ઉત્પત્તિ કરી હતી ત્યારે દરિયા કિનારાથી કરચલાં ભગવાન શિવને જાણે અભિષેક કરતાં હોય એ રીતે અહીં મોટી સંખ્યામાં પહોંચી ગયાં હતાં. ત્યારથી આ જીવનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીરામે કહ્યું હતું કે આજના દિવસે જે પણ જીવતાં કરચલાં ભગવાન મહાદેવને ચડાવશે તેની ઘણી માન્યતાઓ પૂર્ણ થશે.

દરેકની પોતાની અલગ આસ્થા છે
દર્શનાર્થી દિવ્યા ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવા માટે અમે દર વર્ષે અહીં આવીએ છે. એકાદશીના દિવસે અહીં વર્ષમાં એકમાત્ર એવો દિવસ હોય છે કે જેમાં ભગવાન શિવને કરચલાં ચઢાવવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે જેને કાનમાં હંમેશાં રસી નીકળતી હોય, દુખાવો રહેતો હોય તેવા લોકો અહીં બાધા મૂકતા હોય છે. અમારા પરિવારના અને ઘણા લોકોની બાધા પૂરી થઈ છે. આવી અનેક શ્રદ્ધાળુઓ અહીં આવનારા લોકોને પ્રવર્તે છે. આ વખતે પણ લોકો મોટી સંખ્યામાં ભગવાનને જીવતાં કરચલાં ચડાવવા માટે આવ્યા હતા. દરેકની પોતાની અલગ આસ્થા છે હોય છે. જીવતાં કરચલાં ચઢાવવામાં આવતાં હોય એવું વિશ્વનું એકમાત્ર આ મંદિર છે.note-photo google sorsh 

error: Content is protected !!