ખોડિયાર માતાજીનો ચમત્કાર,ભક્તોને મધમાખી દ્વારા આશીર્વાદ આપે છે,મહાકાય મધપૂડો છતાં કોઈ દિવસ ભક્તને એક ડંખ નથી માર્યો
મધમાખીઓ જાણે મંદિરની રખેવાળી કરી રહી હોય સુરતના ઓલપાડ તાલુકાના અરબી સમુદ્ર કાંઠે આવેલા ડભારી દરિયા કાંઠે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે આ ધાર્મિક સ્થાનને અહીંના લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે. દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે જેનો પુરાવો મંદિર ના ગર્ભ ગૃહમાં જતા મુખ્ય દ્વાર પર થયેલો મધ પૂડો છે.
ઘણાં વર્ષોથી માતાજી ના ગર્ભ ગૃહના મુખ્ય દ્વાર પરમોટી મધ માખી મધ પૂડો બનાવે છે.
અહીં આવતા ભક્તોના કહેવા મુજબ છેલ્લા ઘણાં વર્ષોથી માતાજી ના ગર્ભ ગૃહના મુખ્ય દ્વાર પર કે જ્યાંથી લોકો ઉભા રહી અને પ્રવેશી માતાજીના દર્શન કરે છે ત્યાં મોટી મધ માખી મધ પૂડો બનાવે છે.ભક્ત અને ભગવાન એક થાય છે ત્યારે શ્રદ્ધા નું સર્જન થાય છે અને ભગવાન ની ભક્તિ થાય છે. આ વાતનો પુરાવો સુરતના એક મંદિરમાં સાચો પુરવાર થાઈ છે.
મધમાખીઓ જાણે મંદિરની રખેવાળી કરી રહી હોય…
ચમત્કારની વાત તો એ કે અહીં આવતા ભક્તોને મધમાખી કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતી. આટલુંજ નહીં પણ મધમાખી મંદિરની રખેવાળી પણ કરે છે. રવિવારના રોજ અહીં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શને આવતા હોય છે એમ કહેવાય છે કે મધમાખી જેના પર આવીને બેસે તેને માતાજીના આશીર્વાદ મળ્યા હોવાનું માનવામાં આવે છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.