પ્રેમી સાથે ચક્કર આડે આવતી જેઠાણી ને ભત્રીજીની લાશ નગ્ન કરીને દાટી દીધી, ધ્રુજાવી દેતો બનાવ

એક ખૂબ હીચકારો બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ બનતી જેઠાણી-ભત્રીજીની દેરાણીએ કરી નાખી હતી. હત્યા બાદ લાશો જંગલમાં દફન કરવામાં આવી હતી. બંને 8 દિવસ પહેલાં રહસ્યમય ઢંગથી લાપતા થયા હતા. પોસીસે હત્યા કેસમાં દેરાણી તથા તેના પ્રેમીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પોલીસે જંગલમાં ખાડો ખોદીને બંનેની લાશ કાઢી હતી. ઘટનાના વિરોધમાં પરિવારે ચક્કાજામ કર્યો હતો. પછી પોલીસની સમજાવટ બાદ તેઓ હટ્યા હતા.

આ સનસનાટીભર્યો મામલો મધ્યપ્રદેશના જબલપુરનો છે. 27 સપ્ટેમ્બરના રોજ બરેલામાં રહેતી દીપા ઉર્ફે બબલી ઝારિયા (40) તથા દીકરી નિશા (20) રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. તેમના ઘરે તાળું હતું. બબલી આંગણવાડીમાં કામ કરતી હતી અને તેના પતિનું 20 વર્ષ પહેલાં અવસાન થયું હતું. ઘરમાં મા-દીકરી તથા 75 વર્ષીય સસરા પંચમ રહેતા હતા. બાજુના ઘરમાં દેરાણી માલતી ઉર્ફે સુહાની 3 સંતાનો સાથે રહેતી હતી. દીપાની બહેન બબીતાએ 28 સપ્ટેમ્બરના રોજ ગાયબ થવાનો રિપોર્ટ લખાવ્યો હતો, પરંતુ પોલીસે સંબંધીઓના ઘરે તપાસ કરવાની વાત કરી હતી. 30 સપ્ટેમ્બરે પોલીસે મા-દીકરીનો રિપોર્ટ લખ્યો હતો.

દેરાણી-પ્રેમી પર શરૂઆતથી શંકા હતીઃ બબલી તથા માલતી છેલ્લાં 10 વર્ષથી એકબીજા સાથે વાત કરતા નથી. માલતીના મહંગવા નિવાસી સંજુ શ્રીફાલ સાથે અનૈતિક સંબંધો હતા. માલતીનો પતિ સુરેશ મિસ્ત્રી છે અને મંડલામાં રહે છે. બબલીના કાકાનો દીકરો ટેમરભીટામાં રહેતા આશીષનો આરોપ છે કે માલીત તથા તેના પ્રેમી સંજુ પર તેને પહેલા દિવસથી શંકા હતી. પરિવારે પોલીસ સ્ટેશનમાં ડીએસપી, એસપી તથા સીએમ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી.

ચક્કાજામની ચેતવણી ત્યારે પોલીસે કાર્યવાહી કરીઃ મા-દીકરી ગાયબ થયા બાદ સ્થાનિક લોકોએ ચક્કાજામ કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ ડીએસપી ગ્રામીણ અપૂર્વા કિલેદારે ક્રાઇમબ્રાંચ તથા બરેલા પોલીસની સાથે સંજુ તથા માલતીને અટકાયત કરી હતી. બંનેની અટકાયત 4 ઓક્ટોબરે કરવામાં આવી હતી. મોડી રાત્રે બંને જણા પોલીસ કાર્યવાહીમાં ભાંગી પડ્યા હતા અને જેઠાણી-ભત્રીજીની હત્યા કરીને ગામ મહગવાંની કેનાલ નજીક દાટ્યા હોવાની વાત કબૂલી હતી.

આ રીતે હત્યાને અંજામ આપ્યોઃ સંજુએ કહ્યું હતું કે માલતીને મળવામાં જેઠાણી બબલી ને નિશા અડચણ બનતા હતા. આ જ કારણે માલીએ બંનેનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. સંજુએ બે મિત્ર કોસમઘાટમાં રહેતો રાજા કોલ તથા બિલહરીમાં રહેતા દેવા ઠાકુરની મદદ લીધી હતી.

માલતીએ ઘરેણા વેચીને 45 હજારની સોપારી આપી હતી. 27 સપ્ટેમ્બરે સાંજે માલતીએ સસરાને ભોજનમાં ઘેનની દવા આપી દીધી હતી. સંજુ પોતાના મિત્રો સાથે સાંજે આવ્યો હતો. બબલી રાત્રે 9 વાગે બાથરૂમ જવા બહાર આવી ત્યારે ત્રણેયે સાથે મળીને ગળાના સ્કાર્ફની મદદથી મારી નાખી હતી.

માતાને માર્યા બાદ દીકરીને મારીઃ નિશા રૂમમાં શાંતિથી સૂતી હતી. તે ફિયાન્સ સાથે વાત કરતી હતી. તેણે રૂમમાં કોઈ આવ્યું હોવાની વાત કહીને ફોન કાપ્યો હતો. ફિયાન્સ સંદીપના મતે, ત્યારબાદ તેણે સતત કોલ કર્યા હતા, પરંતુ મોબાઈલ બંધ આવતો હતો. આરોપીઓએ નિશાનું પણ ગળું દબાવીને મારી નાખી હતી. બંને લાશ ચાદરમાં બાંધીને બાઇકમાં વચ્ચે રાખીને મહગવાં નીકળ્યા હતા. કેનાલની નજીક ઝાડીઓમાં લાશને દાટી દીધી હતી.

28 સપ્ટેમ્બરે લાશ દફનાવીઃ આરોપીઓ 28 સપ્ટેમ્બરના રોજ બપોરે કેનાલના કિનારે મુખ્ય રોડથી 800 મીટર દૂર ઝાડીઓમાં ગયા હતા. અહીંયા રૂમ જેટલો ખાડો ખોદ્યો હતો અને મા-દીકરીના કપડાં ઉતારીને મીઠુ નાખીને લાશ દફનાવી હતી. તેમને એવું હતું કે કપડાં ના હોવાથી લાશ તરત જ ગળી જશે. સંજુના નિવેદન બાદ 5 ઓક્ટોબરના રોજ ત્રણ કલાકની મહેનત બાદ બંને લાશ કાઢવામાં આવી હતી.

ત્રણેય આરોપીની ધરપકડઃ એસપી સિદ્ધાર્થ બહુગુણાના મતે, મુખ્ય આરોપી સંજુ, માલતી તથા રાજા કોલની ધરપકડ કરવામાં આવી છે. દેવા ઠાકુર ફરાર છે.

error: Content is protected !!