લોકો પાસેથી ભીખ માંગીને ગુજરાન ચલાવનાર કરોડપતિ સ્વીપરનું મોત, ખાતમાં પડ્યા રહ્યા 70 લાખ

એક ખૂબ શોકિંગ બનાવ સામે આવ્યો છે. જે સફાઈ કામદારે નોકરીમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હતા, તેનું ટીબીના કારણે શનિવારે મોડી રાત્રે મોત થઈ થયું છે. સફાઈ કામદાર ધીરજના ખાતામાં 70 લાખ રૂપિયા પડ્યા હતા. તે સ્વીપર તરીકને નોકરી કરતો અને તેણે 10 વર્ષથી પોતાના પગારમાંથી એક પૈસો ઉપાડ્યો નહોતો. તે સરકારી ઓફિસની આસપાસ લોકોને પગે લાગીને પૈસાને જે પૈસા આવતાં તેમાંથી ગુજરાન ચલાવતો હતો. પણ તે નોકરીના પગારમાંથી એક રૂપિયો વાપરતો નહોતો.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ શહેરમાં રક્તપિત વિભાગમાં ધીરજ નામનો સ્વીપરની નોકરી કરતો હતો. ધીરજનો વેશ અને ગંદા કપડા જોઈને લોકો તેને ભીખારી સમજતા હતા. તે લોકોના ચરણ સ્પર્શ કરીને પૈસા માંગીને પોતાનો ખર્ચ ચલાવતો હતો. તેના મોત બાદ તેની પાછળ એક વૃદ્ધ માતા બચી છે. દીકરાના મોત બાદ તેમના પર આભ તૂટી પડ્યું છે.

ધીરજ નામનો આ યુવાન કરોડપતિ હતો એ વાતની જાણ ત્યારે થઈ જ્યારે બેંકના કર્મચારી તેને શોધતા રક્તપિત વિભાગમાં તેની ઓફિસ પહોંચ્યા હતા. વિભાગના કર્મચારીઓ જ નહીં બેંકના કર્મચારીઓ પણ ધીરને જોઈને ચકિત થઈ ગયા હતા. હતા. કોઈ માનવા તૈયાર નહોતું કે આ યુવાનના ખાતામાં 70 લાખ રૂપિયા પડ્યા હશે. ધીરજે 10 વર્ષથી પોતાની સેલેરી બેંકમાંથી ઉપાડી નથી. તેની પાસે પોતાનું મકાન પણ હતું.

ધીરજના પિતા આ વિભાગમાં સ્વીપર પદ પર કાર્યરત હતા અને નોકરી દરમિયાન તેમનું મોત થયું હતું. આથી મૃતકના આશ્રિત તરીકે ધીરજને વર્ષ 2012માં સ્લીપરની નોકરી મળી મળી હતી. જ્યારથી નોકરી શરૂ કરી ત્યારથી તેણે પોતાનો પગારનો એક પૈસા બેંકમાંથી ઉપાડ્યો નથી.

કરોડપતિ ધીરજ તેની માતા અને બહેન સાથે રહેતો હતો. તેના હજી લગ્ન થયા નહોતા. અને તે લગ્ન એટલા માટે નથી કરવા માંગતો કે તેને ડર હતો કે તેની પત્ની તેની પાસેથી પૈસા લઈ લેશે. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ધીરજની માનસિક સ્થિતિ થોડીક નબળી હતી, પણ તે ઈમાનદારી અને મહેનતથી પોતાનું કામ પણ પૂરું કરતો હતો.

error: Content is protected !!