ઘરે ચાલતી હતી લગ્નની તૈયારીઓ, લગ્ન ગીતોને બદલે ગવાયા મરશીયા, કોઈના ઘરમાં ન સળગ્યા ચુલાઓ
જ્યારે સચિન અને સોનીનો એક થવાનો સમય આવ્યો ત્યારે નસીબ તેમના પર નારાજ થઈ ગયું. સાથે રહેવાનું સપનું જોયુ હતું, પરંતુ એક સાથે બંનેની અર્થી ઉઠી. બંનેનાં મૃતદેહો જોઈને બધાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. લોકો ગમગીન પરિવારને સાંત્વના આપતા રહ્યા. બિધુના નવીન બસ્તીના રહેવાસી સીબીઆઈમાં ક્લાર્ક તરીકે લખનઉમાં તૈનાત સચિન અને પડોશમાં રહેતી સોની પ્રજાપતિ વચ્ચે પ્રેમસંબંધ હતો.
ઘણા સમયથી તે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. બંનેના પરિવારજનો પણ આ નિર્ણયથી ખુશ હતા અને તેમના લગ્ન માટે 9મી ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી. રવિવારે સચિન તેની મંગેતર સાથે લગ્નની ખરીદી માટે કાનપુર ગયો હતો.
પરત ફરતી વખતે કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં શિવલી પાસે અકસ્માતમાં બંનેના મોત થયા હતા. મોતના સમાચાર મળતા જ બંને પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. સોમવારે બંનેના કનૌજ ઘાટ પર એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સચિનનો પરિવાર ખુશ હતો
સચિનના પિતા રાજેશે જણાવ્યું કે સચિનની ખુશીમાં તેમના પરિવારની ખુશી છે. બધાની સંમતિ બાદ સચિન પોતાના લગ્નમાં વ્યસ્ત થઈ ગયો હતો. થોડા દિવસ પહેલા જ રજા પરથી આવ્યા બાદ તે ખૂબ જ ખુશ હતો અને પરિવાર તેનાથી પણ વધુ ખુશ હતો. મને ખબર નથી કે કોની નજર લાગી. આટલું કહેતા જ પિતા ચોંધાર આંસુએ રડવા લાગ્યા અને ત્યાં હાજર લોકો તેમને સાંત્વના આપતા રહ્યા.
ઘરોમાં ચુલા સળગ્યા ન હતા
સચિન અને સોનીની દોસ્તીની મિસાલનાં કાયલ લોકો ગમગીન હતા. બંનેનાં ઘરો નજીક હોવા અને બંનેની એક સાથે અર્થીઓ ઉઠવાથી આખું નવીનનગર ગમગીન જોવા મળ્યુ હતુ. ઘણા ઘરોમાં ચુલા સળગ્યા ન હતા. દરેક લોકો શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.