ઉપલેટાના ભાયાવદરમાં 6 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ કરનાર આરોપી શિક્ષકને ધોરાજી કોર્ટે ફટકારી આવી સજા….
રાજકોટ : જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં ગત વર્ષે 6 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ કરનાર આરોપી શિક્ષકને ધોરાજી કોર્ટે 2 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદાથી હાલ આરોપી પ્રફુલ ભાણજી માકડીયા જેલની સજા ભોગવી રહ્યો છે.
બિભત્સ વિડિયો દેખાડી શારીરિક છેડછાડ કરી હતી
ભાયાવદર ગામના શિક્ષક પ્રફુલ્લ ભાણજીભાઈ માકડીયા ની સામે તેમના ગામના ભોગ બનનાર દીકરી કે જેમની ઉંમર વર્ષ 6 હતી અને તેણે ટ્યુશનમાં જતી હતી ત્યારે આ પ્રફુલભાઈ માકડીયા એ આ દીકરીને બિભત્સ વિડિયો દેખાડી અને શારીરિક છેડછાડ કરેલી હતી. જે અંગેની ફરિયાદ થતાં ભાયાવદરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેતનકુમાર રમેશચંદ્ર ત્રિવેદીએ 8 ડિસેમ્બર 2020 ન રોજ તકસીરવાન ઠરાવી અને છ માસની સજા તથા રૂપિયા 500નો દંડ ફટકાર્યો હતો.
જૂનો કાયદો અમલમાં હતો
આ ચુકાદો આવ્યા બાદ પ્રફુલ શામજી ભાઈ માકડીયા એ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સાહેબની કોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી અને ચુકાદાને પડકાર હતો તેની સામે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે પણ સજા વધારવા માટે અપીલ દાખલ કરેલી હતી.વિશેષમાં હાલમાં આવા ગુના ની સજા દસ વર્ષ જેવી છે પરંતુ આ બનાવ બનેલો હતો ત્યારે જૂનો કાયદો અમલમાં હતો એટલા માટે મહત્તમ સજા કરવી જોઈએ.
આરોપીની વર્તણૂક અને વ્યવહાર ન્યાયિક નથી
બનાવ તારીખ 31-1-2010 ના બપોરે દોઢથી બે વાગ્યા વચ્ચે બનેલો હતો તમામ વિડીયો પોલીસ તરફથી કબજે કરેલા છે અને એફ.એસ.એલ.માં મોકલેલા છે અને એ ફેશિયલ તરફથી પૃથક્કરણ કરવામાં આવેલું છે.આ તમામ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો આરોપીની વર્તણૂક અને વ્યવહાર ન્યાયિક નથી
સજા બે વર્ષની એટલે કે મહત્તમ સજા કરેલી
આ તમામ દલીલો અને રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ તથા નામદાર નીચેની અદાલત સમક્ષની જુબાનીઓને ધ્યાને લઇ અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ મહેશચંદ્ર શર્માએ આરોપીની સજામાં વધારો કરેલો છે અને સજા બે વર્ષની એટલે કે મહત્તમ સજા કરેલી છે દંડ પણ રૂપિયા 500 માંથી વધારીને રૂપિયા 10,000 કરેલો છે. અને આ ચુકાદાથી હાલ આરોપી પ્રફુલ ભાણજી માકડીયા જેલહવાલે થયેલ છે.