9 મહિનાથી લાપતા કોન્સ્ટેબલ ફુલ વેચતી જોવા મળી કારણ જાણી તમારી આંખો થઈ જશે ભીની

9 મહિનાથી લાપતા છત્તીસગઢના રાયપુર પોલીસની મહિલા કોન્સ્ટેબલ અંજના સહિસ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં ફુલ વેચતી જોવા મળી. છત્તીસગઢ પોલીસની ટીમ તેમના સુધી પહોંચી. પોતાની સાથે પરત લાવવાના પ્રયાસ કર્યો. અંજનાએ ઘરે પરત ફરવાનો ઈનકાર કરી દીધો. તેનું કહેવું છે કે તે વૃંદાવનમાં જ રહેવા માગે છે. હવે પોલીસ ટીમ મજબૂરીમાં ખાલી હાથ પરત પરી છે.

શું છે મામલો?

અંજના રાયગઢમાં પોસ્ટેડ હતી. લગભગ 9 મહિના પહેલાં જ તેની ટ્રાંસફર રાયપુર પોલીસ હેડક્વાર્ટરમાં કરી દેવાઈ હતી. તેને CIDમાં પોસ્ટિંગ અપાયું હતું. જ્યાંથી તે એક દિવસ ગુમ થઈ ગઈ. પરિવાર કે વિભાગને તેને કોઈ જ જાણકારી આપી ન હતી. કોન્સ્ટેબલનું ઘર રાયપુરના મહાવીર નગરમાં છે. માએ 21 ઓગસ્ટે ગુમ થઈ હોવાની ફરિયાદ કરી. જે બાદ રાજેન્દ્ર નગર પોલીસે અંજનાને શોધવાની કવાયત શરૂ કરી.

પોલીસે આ રીતે શોધી અંજનાને

પોલીસની પાસે અંજનાનો કોઈ મોબાઈલ નંબર ન હતો. તેથી તેને શોધવાનું એટલું આસાન ન હતું. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિશાલ કુજુરે ભાસ્કરને જણાવ્યું કે- ગુમ થઈ હોવાની ફરિયાદ મળ્યા બાદ અમે સતત આ વાતના પ્રયાસમાં હતા કે અંજનાને કોઈ પણ રીતે ટ્રેસ કરવામાં આવે. અમારી પાસે ન તો તેમનો કોઈ ફોન નંબર હતો, કે ન એવી કોઈ જાણકારી કે તે ક્યાં છે? તપાસ દરમિયાન અમને તેમના બેંક એકાઉન્ટ અંગે જાણકારી મળી. બેંક ટ્રાંઝેક્શનથી ખ્યાલ આવ્યો કે આ વૃંદાવનના કેટલાંક ATMથી થયા છે. જે બાદ તપાસ ટીમ ત્યાં પહોંચી. અનેક લોકોને અંજનાની તસવીર દેખાડ જે બાદ તેના ઠેકાણાંની ભાળ મળી.

પોલીસ જ્યારે વૃંદાવન પહોંચી તો અંજના એક કૃષ્ણ મંદિરની બહાર પૂજનો સામન વેચતી નજરે પડી. આનાથી જ પોતાનું ભરણપોષણ કરે છે. અધિકારીઓએ લેડી કોન્સ્ટેબને કહ્યું કે તેઓએ પરત ફરવું જોઈએ. અંજનાએ પાછા ફરવાની મનાઈ ફરમાવી દીધી. મા સાથે વાત કરાવી તો તેમને પણ એમ જ કહ્યું. અંજનાએ કહ્યું- ન તો મારો પરિવાર છે કે ન કોઈ સંબંધી. હું હવે અહીં જ રહેવા માગુ છું.

વિભાગમાં પરેશાન કરતા હોવાની ચર્ચા

અંજનાનું ઘર રાયપુરના મહાવીર નગરમાં છે. તેમની મા અને પોલીસ હેડક્વાર્ટર સાથે જોડાયેલાં સૂત્રો મુજબ કેટલાંક અધિકારીઓની હરકતથી કંટાળીને અંજનાએ નોકરી છોડવાનું મન બનાવ્યું હતું. પોલીસ કર્મચારીના અધિકારોને લઈને અવાજ ઉઠાવનાર ઉજ્જવલ દીવાને પણ કહ્યું કે નાના કર્મચારીઓને પરેશાન કરવામાં આવે છે.

બીજી તરફ અનેક વખત પૂછવામાં આવ્યું પરંતુ રાજેન્દ્ર નગર પોલીસની સામે અંજનાએ એમ ન જણાવ્યું કે તેને શું મુશ્કેલી છે, તેને કયા અધિકારી પરેશાન કરતા હતા.

પહેલાં જ કહ્યું હતું વૃંદાવન જઈશ

સૂત્રોના જણાવ્યા મુજબ નોકરી દરમિયાન અંજના પરેશાન રહેતી હતી. તેઓએ પોતાના સાથી કર્મચારીઓને અનેક વખત કહ્યું હતું તે ડ્યૂટી રૂટીન અને કેટલાંક અધિકારીઓથી પરેશાન છે અને વૃંદાવન જઈને જીવન પસાર કરાવવા માગે છે.

error: Content is protected !!