લગ્નનાં 4 દિવસ બાદ પત્નીની હકીકત સામે આવતા જ પતિના ઉડી ગયા હોશ અને પછી…
પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર અને અનોખો હોય છે. આ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસની સૌથી વધુ જરૂર હોય છે. પરંતુ કેટલાક લોકોને આ સંબંધ માત્ર મજાક લાગે છે. એવા ઘણા લોકો વિશે જાણવા મળ્યું છે કે જેઓ ફક્ત પોતાના ફાયદા માટે જ લગ્ન કરે છે અને પોતાનો મતલબ પૂરો કર્યા પછી લગ્ન તોડી નાખે છે. ઘણીવાર તમે આવી ઘટનાઓ છાપામાં વાંચેલી અથવા ટીવી પર જોઈ હશે.
એક આવા જ લગ્ન વિશે બોલિવૂડમાં ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. ફિલ્મનું નામ હતું “ડોલી કી ડોલી”,કદાચ તમને યાદ પણ હશે. આ ફિલ્મમાં સોનમ કપૂરે એક છોકરીની ભૂમિકા નિભાવી છે, જે તેના કેટલાક ઠગ મિત્રો સાથે મળીને છોકરાઓને ફસાવીને લગ્ન કરતી હતી. લગ્નની પહેલી જ રાત્રે નશાની દવા પીવડાવીને તે આખુ ઘર લૂંટી ભાગી જતી હતી. જોકે આ એક ફિલ્મની વાર્તા છે પરંતુ આવી ઘટનાઓ આપણા સમાજમાં બને છે.
તાજેતરમાં જ પોલીસે લગ્નના નામે મહિલાઓ સાથે સોદેબાજી કરતી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના ઈન્દોરના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે લગ્નના 4 દિવસ બાદ તેની પત્ની 70000 હજાર રૂપિયા લઇને ફરાર થઈ ગઈ છે. વ્યક્તિએ દુખી થઈને કહ્યું કે પહેલાં 3 દિવસ સુધી તેણી ખૂબ સારી હતી અને તેની સારી સેવા કરી હતી, પરંતુ ચોથા દિવસે તે બાઇક પર કોઈની સાથે ભાગી ગઈ.
આ વ્યક્તિની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને લગ્નના નામે મહિલાઓ સાથે સોદેબાજી કરતી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી હતી. એસપી શૈલેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિસ્તારમાં નાતરા સિસ્ટમના નામે દુલ્હનના વેપારની વારંવાર ફરિયાદો મળ્યા બાદ એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી પોલીસે એક ગેંગ પકડી જેમાં 5 સભ્યોમાંથી 3 મહિલાઓ હતી.
લોકોને ફાંસામાં લાવનાર મહેશ અને મેહરબાન નામના બે કાવતરાંખોર ફરાર છે. દુલ્હનનો ભાઈ બનીને નકલી લગ્ન કરાવનારા દિનેશ તેમજ પૂજા પર રાજસ્થાનના ચિત્તોડમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે, દિનેશે જણાવ્યું હતું કે ચિત્તોડમાં લગ્ન કરવાના બદલામાં 10 હજાર રૂપિયાની લેવડદેવડ થઈ હતી.
શાજાપુરમાં પણ મહેશ સાથે લગ્ન કરવા 70 હજાર રૂપિયા લેવાની સંમતિ આપી હતી. તેણે કહ્યું કે તે યુવતીની બદલે પૈસા લેતો હતો.