ગુજરાતના આ મંદિરમાં બની અલૌકિક ઘટના, ભલા ભલા લોકો મોઢામાં નાંખી ગયા આંગળા
સુરેન્દ્રનગર જિલ્લાના મંદિરો કોરોના મહામારીના કારણે બંધ હતા. તેને ભક્તો માટે ઘણા દિવસો બાદ ખુલ્લા મુકવામાં આવતા પ્રથમ દિવસે દર્શન કરી ભક્તો ભાવ વિભોર થઇ ગયા હતા. જેમાં ચામુંડા માતાજીના દર્શન અને સેવા પુજા સહિતનો લાભ કોરોના ગાઇડ લાઇન પ્રમાણે કરવામાં આવ્યો હતો.
રાજ્યનાં પવિત્ર યાત્રાધામ પૈકી ચામુંડા માતાજી મંદિરના દ્વાર શુક્રવારે સવારે સાત કલાકે ખુલે તે પહેલા ખુબ ઓછી સંખ્યામાં ભાવિકો પગથિયાના ગેઈટ પર આવી પોહચ્યા હતા. તેમને સેનીટાઇઝ કરાવી, માસ્ક અને ડીસ્ટન્સ જળવાય તે રીતે 20 યાત્રિકોની મર્યાદામાં ડુંગર ચડવાનું શરૂ કર્યું હતું.
57 દિવસ બાદ મંદિરના ખુલતા સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જામનગર સહિતના ગુજરાત ભરના અંદાજે બે હજાર જેટલા માઇભક્તો માનતા પૂર્ણ કરવા માતાજીનાં દ્વારે પોહચી ભાવ વિભોર બન્યા હતા. આ અંગે પ્રથમ યાત્રી એવા જામનગરના મનજીભાઈ રાઠોડે કહેલ કે તેમને પુત્રી જન્મ સમયની બાધા હતી.
ચાર માસથી બંધ મંદિર ખોલતા પ્રથમ માનતા પૂરી કરી અને ફરી મંદિર ના દ્વાર બંધ ન થાય તેવી પ્રાર્થના કરી હતી. શ્રધ્ધા અને આસ્થા માતાજી પ્રત્યે લાખો ભાવિકોની અલગ અલગ હોય છે. બોટાદના રબારી વિભાભાઈ મોરી તેમના ભાઇને શારીરિક તકલીફનું અનેક પ્રયાસ કરવા છતાં નિરાકરણ ન થતા ઘુટણીયે ડુંગર ચડવાની બાધા રાખેલ જે ખુલતા તે પુરી કરવા આવી પોહચ્યા હતા.
ડુંગર આસપાસ કેટલાક શ્ચાનો રહે છે જેમાનો એક શ્ચાન આજે સવારે સાત કલાકે પ્રથમ યાત્રિક ટૂકડીની આગળ પ્રથમ યાત્રી બની ડુંગર ઉપર પહોચેલ અને માતાજી સમક્ષ ગર્ભગૃહમાં પોહચી થોડો સમય દર્શનાર્થી જેમ જ માં ચામુંડાની પ્રતિમાં નિહાળી નિકળી ગયા હતા. આ ઘટના કુદરતી છે પરંતું કોઇ એવી અલૌકિક શકિત છે જેના પ્રત્યે કાળા માથાના માનવી સાથે અબોલ જીવ પણ ઝૂકે છે. તેવું ચોટીલા ગબ્બર ખુલવાના પ્રથમ દિવસના ગ્રાઉન્ડ રીપોર્ટમાં જોવા મળ્યુ હતુ.