દોસ્તના મોતથી ભાંગી પડ્યો યુવક, ને મિત્રના વિરહમાં સુસાઇડ નોટ જિંદગી ટૂંકાવી લીધી, વાંચીનેજ રડી પડશો
એક હચમચાવી દેતો અને આંચકાજનક બનાવ સામે આવ્યો છે. જે વાંચીને ભલભલાના કાળજા કંપી જાય. વાત એમ બની છેકે જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા એક યુવાને સોમવારે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. સિક્કામાં રહેતા પોતાના જીગરજાન મિત્રએ આજથી 25 દિવસ પહેલાં આપઘાત કરી લીધો હતો, જેના કારણે જીવનમાં કોઈ રસ ન હોવાથી આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા મોહિત જગદીશભાઈ ભટ્ટ નામના 23 વર્ષના યુવાને પોતાના ઘેર પંખાના હુકમાં ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ યજ્ઞેશ જગદીશભાઈ ભટ્ટએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકના હાથે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતાના મિત્ર સિક્કામાં રહેતા ધવલ જયેશભાઈ રાવલ કે જેણે પોતાને કામ ધંધો ન મળતાં ગત 7મી તારીખે આપઘાત કરી લીધો હતો. ત્યાર પછી પોતે ગુમસુમ રહેતો હતો અને તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
મિત્રની વિધિ માટે જીવતો રહ્યો
જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા યુવાને પોતાના જીગરજાન મિત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો, જેને પોતાના જીગરજાન મિત્રના આપઘાતની સાથે જ પોતે પણ આપઘાત કરી લેવો હતો, પરંતુ તેની અંતિમ વિધિ કરવા માટે જીવિત રહ્યો હતો અને અંતિમવિધિ પૂર્ણ થયા બાદ તુરત જ પોતે આપઘાત કરી લીધો હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. પોલીસ દ્વારા મૃતકના હાથે લખાયેલી બે પાનાની સુસાઇડ નોટ કરજે કરી હતી.
મોહિતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “ધવલના મોતની અંતિમ વિધિ થાય તે માટે આટલા દિવસ સુધી જીવતો રહ્યો હતો. મહાદેવ મામા તમને બધાને મુકીને જાવ છુ. હવે મારાથી રહેવાતુ નથી, મારા જીગરી, કંઈ ભુલ થઈ હોય તો માફ કરજો. મારા મમ્મીનું ધ્યાન રાખજો બસ. આગળ તેણે લખ્યું હતું કે “પપ્પાએ મને શીખવ્યુ છે કે કોઈનો સાથ છોડવો નહીં અને ધવલ તો મારો જીવ હતો, જીગર જાન હતો એના વગર તો બધુ નકામુ, આવજો…!”
એક જ મહિનામાં બે યુવાન મિત્રોના મોતના કારણે ગામની અંદર પણ ગમગીની ફેલાઈ ગઈ છે સાથે જ મોહિતના પરિવારમાં પણ દુઃખનો માહોલ ફરી વળ્યો છે. ધવલ સિક્કા ગામમાં રહેતો હતો અને તેને 7 જુલાઈના રોજ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું, હજુ તો તેના નિધનને એક મહિનો પણ નહોતો થયો ત્યાં જ તેનો જીગરજાન દોસ્ત મોહિત પણ મોતને વહાલું કરી ગયો.