ગુજરાતનો કિસ્સોઃચાર લગ્ન નિષ્ફળ જતાં પાંચમા લગ્ન કર્યા, દુલ્હન ફરાર થઈ જતા યુવકે મોતને વ્હાલું કર્યું

ગુજરાતનો કિસ્સોઃચાર લગ્ન નિષ્ફળ જતાં પાંચમા લગ્ન કર્યા, દુલ્હન ફરાર થઈ જતા યુવકે મોતને વ્હાલું કર્યું

અમદાવાદમાં પ્રેમપ્રકરણ, ઘરકંકાસ અને દેવું થઈ જતાં આપઘાત કરવાના બનાવો સતત પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ શહેરમાં આપઘાત કરવાનો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક યુવકે ચાર વખત લગ્ન કર્યાં હતાં. ચાર લગ્નની નિષ્ફળતા બાદ તેણે મુંબઈના નાલાસોપારાની યુવતી સાથે પાંચમું લગ્ન કર્યું હતું. લગ્ન કર્યાના થોડાક દિવસમાં આ યુવતી દોઢ લાખ રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. ત્યાર બાદ યુવકને લાગી આવતાં તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો અને સુસાઈડ નોટમાં સાત લોકોનાં નામ લખ્યાં હતાં. પોલીસે આ ઘટનામાં યુવકના પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરિયાદ હાથ ધરી છે.

પરિવારને યુવકનો રૂમ સાફ કરતાં સુસાઈટ નોટ મળી
અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ પ્રમાણે, અમદાવાદ નજીક બારેજમાં રહેતા મૃતક યુવકની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે પરિવાર સાથે ઘરે હાજર હતાં. આ દરમિયાન મોડી રાત્રે મારા દીકરાએ તેના રૂમમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. અમે તેના મરણની સંપૂર્ણ વિધિ પૂરી કરીને પરવાર્યા હતા. આ દરમિયાન તેના રૂમમાં સાફસફાઈ કરતા હતા. ત્યારે ઓશીકાના કવર પર તેણે ઊલટી કરી હોવાથી તેને ધોવા લેવા જતાં તેની નીચેથી એક ચિઠ્ઠી મળી હતી. આ ચિઠ્ઠી મેં મારા પતિને બતાવી હતી, જે મારા દીકરાએ જ લખેલ હતી.

યુવકે સુસાઈટ નોટમાં આરોપીઓનાં નામ અને નંબર લખ્યાં
આ ચિઠ્ઠીમાં યુવકે રાજુભાઈ, આશાબહેન, અશ્વિન વલસાડ, મુકેશભાઈ, સૂફિયાન, રાણીની બેન, રાણીની માતા અને રાણીનું નામ લખેલું હતું. એમાં વિગત એવી લખેલી હતી કે આ લોકોએ લગ્ન કરાવ્યા બાદ મારી સાથે નાતજાતનો ભેદભાવ રાખીને દોઢ લાખ રૂપિયા અને દાગીના પડાવી લીધા છે. હું છોકરીને રાખવા તૈયાર છું પણ તેઓ મોકલવા તૈયાર નથી અને મેં દાગીના તથા રોકડા આપ્યા છે એ સ્વીકારવા પણ તૈયાર નથી, જેથી હું આ પગલું ભરી રહ્યો છું. મારે ઘણું જીવવું હતું પણ આ બાબતને લઈ લાગી આવતાં હવે જીવવું નથી, જેથી મેં આ પગલું ભર્યું છે.

પાંચમું લગ્ન મુંબઈની યુવતી સાથે વડોદરામાં થયું હતું
યુવકની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું બારેજા ખાતેની નવજીવન હોસ્પિટલમાં રાતના સમયે નોકરી કરતી હોવાથી ત્યાં નોકરી કરતી મુસ્કાન નામની છોકરીના લીધે મારે તેની માતા સૂફિયાન સાથે ઓળખાણ થઈ હતી. આ સૂફિયાનાએ મારા દીકરાના લગ્ન કરાવી આપવાનું નક્કી કર્યું હતું. તેમણે એક મુકેશભાઈ નામની વ્યક્તિ દ્વારા વલસાડ ખાતેથી એક છોકરી લાવી આપવાની વાત કરી હતી.

ત્યાર બાદ 2જી ફેબ્રુઆરી 2022ના રોજ મારા દીકરા હિતેષની સાથે આ રાણી નામની છોકરીના વડોદરામાં લગ્ન કરાવ્યા હતા. આ છોકરી અમારા ઘરે 10થી 15 દિવસ સુધી રોકાઈ હતી. ત્યાર બાદ તે પોતાના પિયરમાં જવાનું કહીને જતી રહી હતી.હું છોકરીને રાખવા તૈયાર છું પણ તેઓ મોકલવા તૈયાર નથી અને મેં ….સુસાઈટ નોટ લખી જીવન ટૂંકાવી લીધું, જણાવ્યા આટલા લોકોના નામ