રસીલી વાતો કરી અને શરીર સુખના નામે વેપારી પાસેથી લાખો પડાવનાર મહિલા સહિત બે ઝડપાયા

રસીલી વાતો કરી અને શરીર સુખના નામે વેપારી પાસેથી લાખો પડાવનાર મહિલા સહિત બે ઝડપાયા

સુરત શહેરમાં શરીર સુખ માણવા માટે ગ્રાહકોને બોલાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હની ટ્રેપમાં ફસાવી બળજબરીથી રૂપિયા 3 લાખ પડાવનાર મહિલા સહિત બેને પોલીસે ઝડપી પાડયા છે. હીરા વેપારીને ધાક-ધમકી આપનાર 8ને પોલીસ શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે. બાતમીના આધારે ઝડપાયેલા હની ટ્રેપ કેસના આરોપીઓની પૂછપરછમાં અનેક ગુના ઉકેલી શકાય એવી શક્યતાઓ દેખાય રહી છે.

પોલીસે બાતમીના આધારે બન્નેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

વી.યુ.ગડરીયા (પુણા પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેક્ટર) એ જણાવ્યું હતું કે,વધતા જતા ગુનાઓને લઈ હની ટ્રેપમાં સંડોવાયેલી એક ગેંગ સીતાનગર બ્રીજ ઉતરતા અંજની બુટભવાની પાસે જાહેર રોડ પાસે આવી રહી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચીરાગભાઈ ગોબરભાઈ જાદવ ઉં.વ.24 (રહે-ઘરનં-82,રામકૃપા સોસાયટી રામરાજ્યની બાજુમા ગાયત્રીની બાજુમા કાર્પોદ્રા) સુરત શહેર મુળરહે-ગામ-ઉંચડી તા-મહુવા જી-ભાવનગર, તથા સનોબર ઉર્ફે સોનુ ઉર્ફે સોનલ ઉર્ફે ભારતી અદનાન મકરાણી ઉ.વ-27 (રહે-ઘરનં-19 ના પહેલા માળે આર.કે. વિદ્યાલયની સામે, સત્યનારાયણ સૌસાયટી પુણા ગામ) મુળરહે-ગામ-વેકરીયા પેન્સન,હનુમાન મંદિરની પાસે ગોંડલ તા-ગોંડલ જી-રાજકોટ ને પકડી પાડ્યાં હતાં.

જેમની પાસેથી એક ઓટો રીક્ષા નં-GJ 05-CT-1959 કિમત રૂપિયા 70 હજાર, બે મોબાઈલ કિમત રૂપિયા 16 હજાર મળી કુલ કિમત રૂપિયા 86 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.

શરીર સુખના નામે ગ્રાહકોને ફસાવાતા હતા

પોલીસે જણાવ્યું હતું કે, 5મી ઓગસ્ટના મંજુબેન નામની મહિલાએ શરીર સુખ માણવા એક હીરા વેપારીને ટેલિફોનિક સંપર્ક કરી વિક્રમનગર સોસાયટી વિભાગ-1 ના મકાન-173, ના પહેલા માળે રૂમમાં બોલાવ્યો હતો. ત્યારબાદ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ચાર અજાણ્યા ઈસમોઓ ટપલી દાવ કરી ધમકાવ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરું ઘડી મંજુ નામની મહિલાએ પહેલાં રૂપીયા 1000 પડાવી લીધા હતાં. ત્યારબાદ એના સાથીદારોએ પોલીસની ખોટી ઓળખ આપી ગાળ ગાળી કરી ધોલ-ઝાપટથી માર-માર્યો હતો. પછી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હાથે હાથકડી બાંધી દીધી હતી.

વેપારીનું અપહરણ પણ કરાયું હતું.

હીરાના વેપારીને જબરદસ્તીથી રૂમમાંથી પિસ્તોલની અણીએ અજ્ઞાત જગ્યા અપહરણ કરી લઈ ગયાં હતાં. ત્યારબાદ મિત્રો પાસેથી રૂપિયા ત્રણ લાખ મગાવી મંજુબેન, ભારતીબેન, હિરલબેન ઝાલા અને દીલીપભાઈ ઝાલા બન્ને (રહે- વિક્રમનગર સોસાયટી વિભાગ 1 ના મકાન નં-173, ના પહેલા માળે પુણા) ભાગી ગયાં હતાં. હીરાના વેપારીને હનિટ્રેપમા ફસાવી રૂપિયા 3 લાખ પડાવી છેલ્લા પંદરેક દિવસથી નાસતા ફરતા આરોપીઓ પૈકી ટેપ કરતી મહિલા તથા એક ઈસમ હાલ પોલીસ ના હાથે ચઢ્યા છે. જેથી વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી આશા સેવવામાં આવી રહી છે.