ધ્રુજાવી દેતો બનાવ, અમેરિકામાં પટેલ યુવકે કાર ખીણમાં ધકેલી, અંદર પત્ની અને દીકરા-દીકરી બેઠા હતા

ધ્રુજાવી દેતો બનાવ, અમેરિકામાં પટેલ યુવકે કાર ખીણમાં ધકેલી, અંદર પત્ની અને દીકરા-દીકરી બેઠા હતા

એક ખૂબ શોકિંગ બનાવ સામે આવ્યો છે. અમેરિકામાં ગુજરાતી પાટીદાર ડૉક્ટરે પોતાની પત્ની અને દીકરા-દીકરીને મારી નાંખવા માટે ખતરનાક પ્લાન બનાવ્યો હતો.યુવકના આ પગલાથી અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગત મુજબ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં રહેતા 41 વર્ષીય ધર્મેશ પટેલ નામના ડૉક્ટરે પોતાના પત્ની અને દીકરી જે ટેસ્લા કારમાં બેઠા હતા તે કાર તેણે જાણી જોઈને ખીણમાં નાંખી દીધી હતી.

પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે. અમેરિકાની પોલીસે કેલિફોર્નિયાના પાસાડેનામાં રહેતા 41 વર્ષીય ધર્મેશ પટેલની હત્યા અને બાળશોષણના આરાોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર જાણી જોઈને પોતાની ટેસ્લા કાર ડુંગર પરથી ખીણમાં ઘસડી દેવાનો આરોપ છે.

આશ્ચર્યની વાત એ છે કે જ્યારે કાર ખીણમાં ફેંકી ત્યારે ખુદ ધર્મેશ પટેલ પણ કારમાં જ હતો. સાથે તેની પત્ની અને બે બાળકો પણ સવાર હતા. 250થી 350 મિટર ઉંડી ખીણમાં ખાબકતા કારનો બુકડો બોલી ગયો હતો.

અમેરીકન મીડિયા રિપોર્ટ મુજબ ધર્મેશ પટેલને તેની પત્ની અને બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ધર્મેશ પટેલનો દીકરો 9 વર્ષનો છે, જ્યારે દીકરી 4 વર્ષની છે. કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ મુજબ ફાયર ફાઈટર્સે ખીણમાં ઉતરીને બંને બાળકોનું રેસ્કયૂ કર્યું હતું. જ્યારે ધર્મેશ અને તેની પત્નીને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

અમેરિકાના જાણકારોએ આ રેસ્ક્યૂ ઓપરેશનને ચમત્કાર ગણાવ્યું હતું. ટેસ્લા કાર 250થી 3250 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક પુરાવા મુજબ તપાસકર્તાઓએ આને જાણી જોઈને કરવામાં આવેલી ઘટના માનવામાં આવે છે.

પોલીસે આ અકસ્માતની વધુ જાણકારી માટે ઘટનાને રીક્રેટ પણ કરી હતી. આખો પરિવાર બચી ગયો તેને પોલીસ મોટો ચમત્કાર માને છે.

તેમજ બાળકોએ સીટ બેલ્ટ પહેર્યો હોવાથી તેમનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *