બપોરે દુકાન બંધ કરી ઘરે જતી વખતે,આખલાના યુદ્ધે,ચાર દિકરીના પિતાનું મોત,થી પરિવાર શોકમગ્ન..
સિહોર ; સિહોર જલુના ચોક વિસ્તારમાં બનાવ બન્યો હતો ચાર દિકરીના પિતાના મોતથી પરિવાર શોકમગ્નહોરની મેઇન બજારમાં આખલાઓનો ત્રાસ વધતો જાય છે ત્યારે સિહોરનાના જલુના ચોક વિસ્તારની અંદર થોડાં દિવસ પહેલા બે આખલાઓ સામસામે આવી જતા સામેથી આવી રહેલા રમેશભાઈ બાબુભાઈ ખત્રી નામના માણસને આખલા એ અડફેટે લેતા સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આજે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સિહોરના જલુના ચોક વિસ્તારમાં બનાવ બન્યો હતો ચાર દિકરીના પિતાના મોતથી પરિવાર શોકમગ્ન સિહોરના રાજગોર શેરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ જોગી ગત તા.21/10ને ગુરુવારે જલુના ચોક, પિંજારના ઢાળમાં આવેલી તેમની દુકાને વાસણને પાલિશ કરવાનું કામ કરી બપોરે દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા.રમેશભાઈને ચાર દીકરીઓ છે મોટી દીકરી ખુશી, નાની દીકરી નેહા ધૂવી જાગૃતિ એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે રમેશભાઈના પરિવારમાં કમાવનાર વ્યક્તિ એક પણ ન રહ્યું નથી
સિહોરમાં જાહેર રોડ પર આખલાના યુદ્ધે એકનો ભોગ લીધો તે સમય દરમ્યાન બજારમાં બે આખલાઓ લડતા હતા. આ આખલાઓએ રમેશભાઇને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવારઅર્થે પ્રથમ સિહોર સરકારી હોસ્પિટલ બાદ સર ટી. હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડ્યા હતા. જ્યાં ગત 25/10ના રોજ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
રમેશભાઈને ચાર દીકરીઓ છે મોટી દીકરી ખુશી, નાની દીકરી નેહા ધૂવી જાગૃતિ એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે રમેશભાઈના પરિવારમાં કમાવનાર વ્યક્તિ એક પણ ન રહ્યું નથી. સિહોર શહેરના ખાચા ગલી રોડ રસ્તા ઉપર આખલાઓનો ત્રાસ વધતો જાય છે ત્યારે શિહોર નગરપાલિકા તેમજ સરકારી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે વધુ લોકોનો કોઈનો ભોગ ન બને તે માટે આખલા ઓને પકડીને પાંજરાપોળમાં છોડવામાં આવે તેવી શિહોર શહેરના વેપારીઓ અને શહેરના લોકો દ્વારા માંગણી કરાઈ છે.