18 વર્ષીય સાળીને પ્રેમ જાળમાં ફસાવી, પટાવી-ફોસલાવીને ભગાડી ગયો જીજાજી, ગુજરાતનો શોકિંગ બનાવ
એક શોકિંગ અને આંચકાજનક બનાવ સામે આવ્યો છે. વરતેજ પંથકમાં સગીરવયની સાળીને લલચાવી ફોસલાવી જીજાજીએ પોતાની પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયા અંગેની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવી છે. વરતેજ પંથકની સગીરા પોતાના જીજાજી સાથે પ્રેમસંબંધે બંધાયા બાદ જીજા-સાળી ભાગી જતાં બહેને બહેનનું ઘર ભાંગ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર વરતેજ પંથકના એક ગામમાં સાસરું ધરાવતા ભાવનગર શહેરમાં રહેતા એક પરણિત યુવકે તેની 17 વર્ષ 11 માસની સગીરવયની સાળીને લલચાવી ફોસલાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી બદકામ કરવાના ઈરાદે બપોરના 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ભગાડી ગયો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં ઘરમેળે શોધખોળ છતાં બંન્ને નહી મળતા અંતે સગીરાના પિતાએ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વરતેજ પંથકમાં સગીરવયની સાળીને લલચાવી ફોસલાવી જીજાજીએ પોતાની પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયા અંગેની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવી છે. વરતેજ પંથકની સગીરા પોતાના જીજાજી સાથે પ્રેમસંબંધે બંધાયા બાદ જીજા-સાળી ભાગી જતાં બહેને બહેનનું ઘર ભાંગ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.