જીજાજી–સાળી ભુલ્યા ભાન, પત્નીએ દરવાજો ખોલ્યો તો પતિ તેના જ મામાની દીકરી સાથે મનાવતો હતો…

મહિલાના મામાની દિકરી બહેન સાથે મહિલાના પતિને અનૈતિક પ્રેમ સંબંધ હોય, જીજાજી અને સાળીના અનૈતિક પ્રેમસંબંધની પોલ ખોલવા મહિલાએ આજે બપોરના સમયે બંન્નેને આજે મામાકોઠાર રોડ પાસેના એક મકાનમાંથી રંગે હાથ ઝડપી લઈ મહિલા હેલ્પલાઈનની મદદ લીધે હતી.
181ના કાઉન્સેલર હીનાબેન મકવાણા, કોન્સ્ટેબલ પૂર્ણાબા જાડેજા અને પાયલોટ અતુલભાઈ સ્થળ પર જઈ યુવતીને સમજાવી પરંતુ મારે આની સાથે જ પરણવું છે તેવી યુવતીની જીદ હતી જ્યારે તેના જીજાજીને હવે તેની પત્નિ ગમતી નહોતી અને તેના બાળકનું પણ જે કરવું હોય તે કરો તેમ કહી તેણે હાથ ઉંચા કરી લીધાં હતા.
181ની ટીમ તેઓને સમજાવતી હતી તે દરમિયાન આ લોકો ટીમની સામે થયાં હતા. જેથી 181ની ટીમે સ્થાનિક ગંગાજળિયા પોલીસ મથકમાં જાણ કરી તેમને પોલીસને સોંપ્યા હતા.
error: Content is protected !!