ભોળી દીકરીઓને ફોસલાવીને તેનું શોષણ કરવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. ભાવનગરના ગારિયાધાર તાલુકામાં આવેલા ઠાસા ગામે એક યુવતીએ જીવન ટૂંકાવી અનંતની વાટ પકડી છે. 27 વર્ષની રવીના દામજીભાઈ કાનાણીની આત્મહત્યાએ ભારે ચર્ચા જગાવી છે. આ યુવતીની સુસાઈટ નોટ વાંચીને બધા ચોકી ગયા છે. જેમાં યુવતીએ આત્મહત્યાનું કારણ પણ જણાવ્યું છે. બનાવથી ભારે ચકચાર મચી ગઇ હતી અને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગારિયાધાર તાલુકાના ઠાંસા ગામે બે દીવસ રાત્રિ દરમિયાન પરિવાર સુતો હોય તે દરમિયાન રામજીભાઇ કાનાભાઇ કાનાણીની દિકરી રવિના પથારીમાં દેખાઇ ન હોય જેથી માતા-પિતાએ તેની ઘરમાં શોધખોળ કરતા માલસામાન રાખવાના રૂમમાં સ્યુસ્યાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ મામલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. યુવતીની સ્યુસાઇડ નોટમાંથી જાણવા મળેલ કે, આ જ ગામના સચીન હરજીભાઇ વોરા (રહે. ઠાંસા, ગારિયાધાર)એ રવિના સાથે રીલેશન રાખી વિડીયો તથા ફોટા પાડી યુવતીના ભાઇ તથા ઘરના સભ્યોને મોકલી અવાર-નવાર યુવતી તથા તેના પરિવારને બ્લેકમેલ કરી ત્રાસ આપતો હતો.
આરોપીના પરિવારને પણ યુવતીના પિતાએ સમજાવ્યા બાદ પણ આરોપીના પરિવારજનો દ્વારા લગ્નના દબાણ કરી, ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ યુવતીના સ્યુસ્યાઇડ નોટમાંથી જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ આ બનાવની જાણ કરતા ગારીયાધાર પોલીસને કરતા આરોપીની શોધખોળ કરી ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. આમ ગારિયાધાર તાલુકાના ઢાંસા ગામે બનેલી આ ઘટનામાં પૂર્વ પ્રેમીએ યુવતીના ફોટા અને વિડીયો ઉતારીને યુવતીના ઘરના સભ્યોને મોકલી આપ્યા તેમજ તેને વાઈરલ કરી બ્લેક મેઈલ કરતા આખરે આ માનસીક ત્રાસને લીધે યુવતિએ અંતિમ પગલારૂપે ગળાફાંસો ખાઈને આપઘાત વ્હોરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે તુરંત તપાસ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.
27 વર્ષની રવીના સચિન વોરા નામના યુવકથી ખુબ પરેશાન હતી તેવું તેણે પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું. બે દિવસ પહેલા રવીનાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જે પછી ભારે ચકચાર મચી ગઈ હતી. દરમિયાન તેની લખેલી અંતિમ ચીઠ્ઠી પોલીસના હાથ લાગી છે. જેમાં તેણે સચિન વોરા પાસે તેના ફોટો અને વીડિયો હોવાને કારણે તે મોકલીને બ્લેકમેઈલ કરતો હોવાથી પોતે આપઘાત કરી રહી હોવાનું સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે. જેના પછી યુવતીના આપઘાતના કેસમાં હવે આપઘાતની દૂષ્પ્રેરણાનો ગુનો પણ બનતો હોઈ પોલીસ આ દિશામાં પણ આગળ કાર્યવાહી કરી રહી છે.
યુવતીએ સુસાઈડ નોટમાં શું લખ્યું?
હું રવિના કાનાણી લખું છું કે. હું આ આત્મહત્યા કરું ઈ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને હેરાન કરે છે, એ હિસાબે કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેલ કરે છે. પેલા મારે જે કાઈ હતું એ મે ના પાડી દીધી હતી. મારી હવે તારી જોડે પૂરું પછી મને ફોટાથી બ્લેકમેલ કરતો અને ખરાબ મેસેજ કરતો અને ચીમકી આપતો. મને નો દેવાની ગાળો દેતો, પછી મારા ઘરના બધાને ખબર પડ્યા બાદ બે મહિનાથી બધાને સમજાવે છે. એના ઘરના પણ કોઈ માનતા નથી અને બ્લેકમેલ કરે છે. એ રોજ ફોન અને મેસેજ કરે છે. હવે એ મારા ઘરના બધાના ફોનમાં ફોટા મોકલે છે. અમાર બંનેના એ ફોટાથી બ્લેકમેલ કરે છે. મારા ભાઈના ફોનમાં ફોટા મોકલે છે. આ બધુ સચિન વોરા કરે છે, એના લીધે હું આત્મહત્યા કરુ છું. એમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી. એણે મારી જોડે આવું વર્તન કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું. એના પપ્પાને અને કેશુભાઈ બંને મને પૂછવા આવ્યા હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. મારા પપ્પાએ વારંવાર સમજાવ્યા બધાને તોય કોઈ સમજવા તૈયાર ની. સચિનના લેપટોપ, ફોન અને પેન ડ્રાઇવમાં મારું વીડિયો રેકોર્ડિંગ, ફોટા એવું બધું છે. આ વસ્તુ બધાને મોકલી મને બ્લેકમેલ કરે છે. બીજી શેમાં આ બધુ હોય તે મને ખબર નથી. આ મારી જીભાની છે તો આ બધી વસ્તુ મારા ગયા પછી મટાડી દેજો એટલે મારા ઘરના લોકોને કોઈ તકલીફ ન થાય.
સોરી પપ્પા મને માફ કરજો, હું આ પગલું તમને પૂછ્યા વગર ભરું છું. આ બ્લેકમેલથી હું કોઈને મોઢું નથી બતાવી શકતી.
– લી. રવિના રામજીભાઈ કાનાણી
ભાવનગરના ડીવાયએસપી આર આર સિંઘલે કહ્યું કે, ભાવનગરના ઠાસા ગામની આ દીકરીને સચિન નામનો શખ્સ હેરાન કરતો હતો. યુવતીને તે માનસિક ત્રાસ આપતો હતો. તે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. પોલીસે સચિનની ધરપકડ કરી લીધી છે. હવે આગળની તપાસ ચાલી રહી છે.