IAS હોવાનું કહીને વડોદરાનો યુવાન પૈસાદાર યુવતીને લાલચ આપીને જાળમાં ફસાવતો, પૈસા પડાવીને કરતો રેપ

નર્સ પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવીને તેની વિરુદ્ધ કેસ નોંધાવનાર તેનો પતિ નવીન ગુપ્તા ખૂબ જ ગુનાહિત માનસ ધરાવે છે. ગુજરાતનો રહેવાસી નવીન સોશિયલ મીડિયા પર પોતાને કેન્દ્રીય સચિવાલયનો IAS અધિકારી હોવાનું કહે છે. આમ કહીને તે છોકરીઓ સાથે દોસ્તી કરે છે. પછી લગ્ન કરવાનુ કહીને રેપ પણ કરે છે. તેણે ભોપાલની નર્સને પોતે IAS હોવાનું કહીને લગ્ન કર્યા હતા. પછીથી તેણે નર્સને એમ કહીને છોડી દીધી કે તે તો પહેલેથી પરણિત હતી.

આરોપીના ગુનાનું લિસ્ટ મોટું છે. 9 માર્ચ 2022ના રોજ તેણે NGO ચલાવતી દિલ્હીની છોકરી સાથે અજમેર(રાજસ્થાન)ની હોટલમાં રેપ કર્યો હતો. આ મામલામાં યુવતીએ શુક્રવારે અજમેર પોલીસમાં કેસ નોંધાવ્યો છે. તેણે લખનઉની યુવતીને નોકરી અપાવવાનું કહીને તેની સાથે છેતરપિંડી કરી છે. ભોપાલની ત્રણ છોકરીઓ સાથે પણ તેણે આ પ્રકારની ઠગાઈ કરી છે.

ત્રણ મહિના જેલમાં જઈ આવ્યો છે આરોપી
નરસિંહપુરના રહેવાસી ભારતી નામની નર્સની માર્કશીટ તે ચોરી કરીને લઈ ગયો. તે પછી તે પૈસા માંગવા લાગ્યો હતો. ભારતીને તેણે પોતે IAS હોવાનું કહીને નોકરી અપાવવાનું કહ્યું હતું. ભોપલના હનુમાનગંજની પોલીસે તેની વર્ષ 2020માં ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી તેણે જયપુરમાં ઠગાઈ કરી. ત્રણ મહિના સુધી જેલમાં રહ્યાં પછી તે ફરીથી છોકરીઓને શિકાર બનાવવા લાગ્યો હતો. તેના પિતા ગોપાલે પોતાનો પુત્ર લેબ ટેક્નિશિયન હોવાનું કહ્યું છે.

નવીન આ રીતે ચર્ચામાં આવ્યો
નવીને ભોપલની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં ભોપાલની રહેવાસી નર્સ રાની રૈકવાર પર નકલી રીતે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના આદેશ પર કમલા નગર પોલીસે રાની રૈકવાર સહિત 6 લોકોની વિરુદ્ધ છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. વડોદરાના રહેવાસી નવીન કુમાર ગુપ્તા(30)એ દાવો કર્યો હતો કે ભોપાલની રહેવાસી રાની સાથે તેની મિત્રતા ફેસબુક પર 2018માં થઈ હતી. તેણે પોતે અપરણિત છે અને જેકે હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાનું કહ્યું હતું. પછીથી 6 જૂન 2019ના રોજ બંનેએ આર્ય સમાજ મંદિર નહેરુ નગર(ભોપાલ)માં લગ્ન કર્યા હતા. પછીથી તેને ખ્યાલ આવ્યો કે આ મહિલા તો પરણિત છે અને તેને ચાર વર્ષની છોકરી પણ છે. નવીને એવો આરોપ લગાવ્યો હતો કે રાની સુહાગરાતનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી રહી હતી.

છોકરીઓને વિવિધ પ્રકારની લાલચ આપે છે
નવીન ફેસબુક દ્વારા યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે. છોકરીઓને કહે છે કે તે પોતે IAS અધિકારી છે. હાલમાં તેનુ પોસ્ટિંગ કેન્દ્રીય સચિવાલય દિલ્હીમાં છે. તે છોકરીઓ સાથે ચેટિંગ શરૂ કરે છે. પછીથી મોબાઈલ નંબર લે છે. ભરોસો જીત્યા પછી વોટ્સઅપ પર છોકરીઓને પોતાના ફોટા મોકલે છે. તેમાં તે પોતે ઓફિસમાં બેઠેલો દેખાય છે. સાથે જ ભારત સરકાર લખેલી કારનો ફોટો પણ મોકલે છે. છોકરીઓ તેનાથી પ્રભાવિત થઈ જાય છે. પછીથી તે છોકરીને લગ્ન કરવાનું કહે છે. લગ્ન માટે તૈયાર થનાર છોકરીને મળવા પણ બોલાવે છે. ત્યાં તેની સાથે રેપ કરે છે. પછીથી ત્યાંથી ભાગી જાય છે. મોબાઈલ પણ બંધ કરી દે છે. દિલ્હીની NGO ચલાવનાર છોકરી સાથે તેણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરવાનો વાયદો કરીને રેપ કર્યો હતો. યુવતી હોટલમાં જ સૂતી રહી અને તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.ગુજરાતના આ નકલી IASથી સાવધાન: હાઇપ્રોફાઇલ યુવતીઓને લાલચ આપી ગુજારતો બળાત્કાર, મજા માણીને થઈ જાય છે ગુમ

error: Content is protected !!