પ્રેમિકાની બહેનને બનવું હતું ‘માતા’, દીલદાર પ્રેમીએ પૂરી કરી તેની ઈચ્છા, પછી ન થવાનું થઈને રહ્યું

એક કંપારી છૂટાવી દેતો હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે હત્યાનો આ એક કેસ 48 કલાકમાં ઉકેલી નાખ્યો હતો. દીકરાની લાલસામાં મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યા કરાવી હતી. આ કારણે તે પોતાના માસૂમ દીકરાને બહેનને આપી શકે. આ હત્યાનો પર્દાફાશ પોલીસે કર્યો હતો અને સાતની ધરપકડ કરી હતી.

મધ્ય પ્રદેશના સતનામાં હનુમાન નગરમાં સંજય ગુપ્તાના મકાનમાંથી દુર્ગંધ આવતી હતી. જ્યારે તાળું ખોલવામાં આવ્યું ત્યારે અંદર યુવતીની લાશ પડી હતી. સિટી કોટવાલી વિસ્તારના રાજેન્દ્ર નગર ગલી નંબર 13માં રહેતા અવિનાશ ચૌધરીની પત્ની કેશની છેલ્લાં કેટલાંક દિવસથી લાપતા હતી. પરિવારને લાશની ઓળખ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરિવારે કહ્યું હતું કે આ કેશનીની જ લાશ છે. કેશની લગ્ન-ઇવેન્ટમાં કામ કરતી હતી.

પરિવારે કહ્યું હતું કે 2 માર્ચે તે ઘરના કામ માટે બહાર ગઈ હતી. તેની સાથે ચાર મહિનાનો દીકરો અભિરાજ પણ હતો. તે પછી ઘરે આવી નહોતી. પોલીસે કેશનીની ડેડબૉડી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અને તેના કપડાંમાંથી સીમકાર્ડ મળ્યું હતું. સીમકાર્ડમાંથી કોલ ડિટેલ્સ કાઢવામાં આવી હતી. છેલ્લીવાર કેશનીનીએ ગૌરવ સિંહ સાથે પાંચ માર્ચે વાત કરી હતી. પોલીસે ઈંટનો ભઠ્ઠો ચલાવતા એક વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આરોપીએ પોલીસને કહ્યું હતું કે છ મહિના પહેલાં ફેસબુકના માધ્યમથી શહડોલની સુધા ગોલે સાથે ઓળખ થઈ હતી. તે પતિના મોત બાદ પિયરમાં રહેતી હતી. ધીમે ધીમે તેમની વચ્ચે પ્રેમ થયો હતો અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન સુધાની મોટી બહેન અર્ચના માટે એક નવાજ બાળક લાવવાની વાત થઈ હતી. અર્ચનાને બે દીકરીઓ હતી અને તેણે નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતું. સાસરીયા હવે દીકરા માટે દબાણ કરતા હતા. તમામ પ્રયાસ બાદ પણ ઉમેશ બાળક લાવી શક્યો નહીં. સુધા સતત ઉમેશને બાળક માટે દબાણ કરતી હતી. આ દરમિયાન તેમને લગ્નમાં કામ કરતી કેશની ચૌધરી યાદ આવી હતી. કેશનીને નાનો દીકરો હતો.

આરોપીએ ચાર માર્ચના રોજ કામ અપાવવાને બદલે કેશનીને બસ સ્ટેન્ડ પર બોલાવી હતી. સુધાના ઘરે કેશની અને દીકરાને લઈ જવામાં આવ્યા હતા. પછી સુધાના કહેવાથી ગૌરવ સિંહે કેશનીના ચાર મહિનાના બાળકને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. કેશનીને નવી જગ્યાએ લઈ જવામાં આવી હતી. અહીંયા ગૌરવે ચા બનાવીને નશાની 19 ગોળીએ ભેળવી હતી.

કેશની બેભાન થઈ ગઈ હતી અને ગૌરવે સાથીઓ સાથે મળીને તેનું ગળું દબાવીને મારી નાખી હતી. ત્યારબાદ સુધાએ કેશનીના બાળકને લઈ લીધું હતું. અર્ચનાના પરિવારે ચાર મહિનાના બાળકને અપનાવવાનો ઈનકાર કરતા સુધા બાળકને તરછોડીને ફરાર થઈ ગઈ હતી.દીકરાની લાલસામાં મહિલાએ પ્રેમી સાથે મળીને ભર્યું ધ્રુજાવી દેતું પગલું, પોલીસ પણ ચમકી ગઈ

error: Content is protected !!