કચ્છનો યુવાન બે વર્ષ સોશ્યલ મીડિયાથી દૂર રહી બન્યો નાયબ કલેકટર

જીપીએસસીની પરિક્ષામાં માંડવી તાલુકાના છેવાડાના વિંગડીયા ગામના જયવિરદાન ભરતદાન ગઢવીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે ઉતીણ થઈને ચારણ ગઢવી સમાજ સહિત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે. નાયબ ક્લેકટર વર્ગ-૧માં કુલ ૫૩૦.૭૫ ગુણાંક સાથે જયવિરે સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

૧૦૦ જણથી પણ ઓછી વસ્તી ધરાવતા વિંગડીયા ગામની પ્રા. શાળામાં ધો.૫ સુધીનો અભ્યાસ કર્યા બાદ ૧૦ માં ધોરણ સુધીનું શિક્ષણ ડુમરા નવોદય વિદ્યાલય ખાતે મેળવ્યું હતું બાદમાં રાજકોટની મોદી સ્કુલમાં ૧૨ સાયન્સ પાસ કરીને સુરત ખાતેથી મીકેનીકલ એન્જીનીયરની ઉપાધી મેળવી હતી.આટલેથી ન અટકતા જયવિરે દિલ્હી જઈ યુપીએસસીની તૈયારીઓનો આરંભ કર્યો હતો.

જે આજદિન પર્યંત ચાલુ છે. આ દરમ્યાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ ની પરિક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં જયવિરે પ્રથમ વખત જ ભાગ લઈને સમગ્ર રાજયમાં પ્રથમ પ્રયત્ને જ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે

જયવિર ગઢવીએ જણાવ્યું કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. છેલ્લા બે વર્ષથી વ્હોટ્સ એપ, ફેસબુક જેવી તમામ સોશીયલ મીડીયા સાઈટથી સદંતર અળગો રહીને કોચીંગ ઉપરાંત યુટયુબ પરથી સતતપણે ડીઝીટલી પ્રશિક્ષણ મેળવતો રહ્યો છું અને આ સફળતાની પરીપૂર્ણતા આવનારા દિવસોમાં લોકોની સેવા દ્વારા જ થઈ શકશે.

error: Content is protected !!