નાના ભાઈના મોતના સમાચાર સાંભળતા મોટા ભાઈનું પણ પ્રાણપંખેરુ ઉડી ગયું, રડાવી દેતો બનાવ

એક અજીબોગરીબ અને દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. અહીં નાના ભાઈના મોત પર ઘરે આવેલા તેના સગા મોટા ભાઈનું પણ મોત થઈ ગયું હતું. એક પછી એક એમ બે દીકરાના મોત થતાં ઘરમાં માતમ છવાયો છે. બાદમાં ઘરમાંથી જ્યારે બે સગા ભાઈની અર્થી ઉઠી તો, ત્યાં હાજર સૌ કોઈની આંખમાં આંસૂ આવી ગયા હતા. કોઈની પણ સમજમાં નહોતું આવતું કે, પરિવારને કેવી રીતે સાંત્વના આપવી. બાદમાં બંને ભાઈઓને એક ચિત્તા પર અંતિમ સંસ્કાર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બનાવ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી વિસ્તારનો છે. સારણોના તલા નિવાસી બાબૂસિંહના ચાર દીકરા છે. તેમાંથી બે સોહનસિંહ અને સુમેર સિંહ હતા. સુમેર સિંહ (26) સૂરતમાં કામ કરતો હતો. ગત મંગળવારે તે સૂરતથી છત પર ઊભા રહીને ફોન પર વાત કરી રહ્યો હતો, અચાનક તેનું બેલેન્સ બગડ્યું અને તે છત પરથી નીચે પડ્યો. લોકોએ તેને હોસ્પિટલ ભેગો કર્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. બુધવારે તેની લાશ ગામ સિણધરી સારણો લાવવામાં આવી હતી.

સુમેર સિંહનો મોટો ભાઈ સોહન સિંહ જયપુરમાં સેકેન્ડ ગ્રેડ ટીચર ભરતીની એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. પિતાની તબિયતનું બહાનું બનાવીને પરિવારે તેને ઘરે બોલાવ્યો હતો. ગુરુવારે સવારે સોહન સિંહ ઘરથી 100 મીટર દૂર ટાંકામાંથી પાણી લેવા માટે ગયો હતો. આ દરમિયાન તે ટાંકામાં પડીનો મરી ગયો. ઘરે પરત ન ફરતા લોકોએ તેને શોધવા માટે ટાંકા પર પહોંચ્યા, જ્યાં તેની લાશ ટાંકામાં પડી હતી. પરિવારે આ લાશને બહાર કાઢી.

ગમમાં ડૂબેલા પરિવારને જેવી ખબર પડી કે, સોહનનું પણ મોત થઈ ગયું છે, થોડી વારમાં પરિવારમાં કાળો દેકારો થઈ ગયો હતો. પરિવારને કોઈ સંભાળી શકે તેવી ત્યાં સ્થિતી નહોતી. એક પછી એક બે દુર્ઘટનામાં પરિવારના બે દીકરાના મોતથી માતમ છવાઈ ગયો. પરિવારમાં ભાઈઓના મોત પર માતા-પિતાની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ. ગ્રામલોકો અને સગાસંબંધીઓ તેમને સાંત્વાના આપી રહ્યા છે.

ગામના પોકરરામે જણાવ્યું હતું કે, બંને ભાઈ વચ્ચે સારો પ્રેમ હતો. બંને ભાઈ ભણવામાં પણ ખૂબ સારા હતા. સુમેર સિંહ ભણવામાં થોડો નબળો હતો. તેણે સોહન સિંહને કહ્યુ હતું કે, આપ ભણો અને કંઈક બનો. ખર્ચા માટે મહેનત હું કરીશ. સિણધરી પોલીસ સ્ટેશનના અધિકારી સુરેન્દ્ર કુમારે જણાવ્યું છે કે, મોત બાદ એવું કહેવામા આવ્યુ હતું કે, બંને જોડીયા છે. જ્યારે પરિવારને પુછ્યું તો, કહ્યું કે, ના બંને જોડીયા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!