હજારો ટન લાડવાથી લઈને રોટલી, બગદાણામાં આ રીતે રોજ બને છે લાખો લોકોની રસોઈ, જુઓ રસોડાની અંદરની ખાસ તસવીરો

ગુજરાતની ધરતી પર એવી ઘણી પવિત્ર જગ્યાઓ છે જ્યાં તમને સાક્ષાત દિવ્ય શક્તિનો વાસ હોય એવો અહેસાસ થાય છે. આવી જ કે પવિત્ર જગ્યા એટલે બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણા. આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની આ જગ્યામાં ક્યારેય કોઈ વસ્તુની ઘટ આવતી નથી. બજરંગદાસ બાપાના ચમત્કારથી તો આખી દુનિયા પરીચત છે.

પણ તમને જાણીને નવાઈ લગાશે કે અહીં રોજ હજારો ભક્તો જમી શકે એટલો પ્રસાદ બને છે. જેનો ભક્તો લાહવો લે છે. બજરંગદાસ બાબાની જગ્યામાં મસમોટા રસોડમાં રોજ હજારો લોકોની રસોઈ બને છે. અહીં રોજ લાડવા, ગાંઠિયા, શાક, દાળ-ભાત, અને રોટલીનો પ્રસાદ બને છે.

અહીં પ્રસાદ માટે કોઈ જ પૈસા લેવામાં આવતા નથી. રોજ હજારો ભક્તોને ફ્રીમાં બંને ટાઈમ સ્વાદિષ્ટ જમાડવામાં આવે છે. જેનો ભક્તો ભક્તિભાવથી લાહવો લે છે.

પ્રસાદ બનાવવા માટે શુદ્ધ ઘી વાપરવામાં આવે છે. તેમજ રસોડાની ચોખ્ખાઈ તમારું મન મોહી લેશે. આ ઉપરાંત અહીં અનેક સેવકો ખડેપગે સેવા આપે છે.  ભક્તોને અહીં પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં આવે છે.. લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવ્યા છતાં ક્યાંય અગવડ દેખાતી નથી.

પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને સૌ કોંઈ અચંબિત થઈ જાય છે. સેવકોએ ખડેભગે રહેવા-જમવાની સગવડો સાચવે છે.

બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે, પણ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમા એણ બે દિવસે અહીં ધામધૂમથી ઉજવણી થાય છે.

નોંધનીય છે કે ચાર દાયકા પહેલાં સંત પૂજ્ય બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા. આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી.. એ મુજબ દર વર્ષે બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવે છે.

પૂજ્ય બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. પૂજ્ય બાપુનું નામ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ ભક્તોના હ્રદયમાં દેવ કક્ષાએ બિરાજમાન થયું છે.

બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.

ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે.

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ 1941નું હતું. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.

1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બન્ને બાજુ કાચ છે, જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે.

સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો. બગદાણામાં બે ધર્મશાળા છે, જેમાં 100 રૂમ છે. રહેવાની કોઈ ફી નથી. ભોજનાલય 24 કલાક ધમધમે છે.

અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે એક કિ.મી. અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. પૂ.બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું.

પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું. તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલપર આવી રહ્યાં હતાં.તે સમયે કાચા રસ્તાઓ હતા, વાહનોની સગવડ નહોતી ત્યારે અધેવાડ ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા.

બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી, ભાવનગર 78 કિમી, અમદાવાદ 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટમાંથી સીધી બસ મળી શકે છે. રાજકોટથી જનાર આટકોટ, બાબરા અને પાલિતાણા વાયાથી અહીં જાય છે જે 190 કિમી થાય છે. જુનાગઢથી જનાર વાયા વિસાવદર-ચલાલા થઈને જાય છે જે 175 કિમી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!