પાલનપુરના એક કોમ્પલેક્સમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. બે મિત્રો મજાક-મજાકમાં કોમ્પલેક્સના ત્રીજા માળેથી પટકાતા એક મિત્રનું મોત નિપજ્યું છે. જ્યારે બીજા મિત્રને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પાલનપુર હાઈવે ઉપર ખાનગી કોમ્પલેક્ષ પરથી ગઈકાલે બે યુવકો પટકાયા હતા. જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક મિત્ર બીજા મિત્ર સાથે રેલિંગ પર બેઠેલા હતા મિત્ર સાથે બીજા મિત્ર મસ્તી કરવા જતા બંને મિત્રો રેલિંગ પરથી નીચે પટકાયા હતા. જેમાં એક મિત્ર ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બીજા મિત્ર ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ નેશનલ હાઈવે પર એક કોમ્પ્લેક્સના ત્રીજા માળ પરથી બે યુવકો નીચે પટકાયા હતા જેના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. સીસીટીવી વીડિયોમાં જોઈએ તો એક મિત્ર કોમ્પ્લેક્સની રેલિંગ પર બેઠેલો છે,
જ્યારે અન્ય બીજો મિત્ર તેની સાથે મસ્તી કરવા જતાં બંનેએ નીચે લટકી જતાં બંને ત્રણ માળની કોમ્પ્લેક્સ પરથી નીચે પટકાયા હતા જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજા અન્ય એક મિત્ર ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોએ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરીઃ કોમ્પલેક્સમાં થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત અને અન્ય એક યુવક ઘાયલ થતા પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.