ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીએ કર્યું સુસાઈડ, રડી રડીને માતાપિતાની હાલત ખરાબ, કારણ જાણી ધ્રુજી ઉઠશો

ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીએ કર્યું સુસાઈડ, રડી રડીને માતાપિતાની હાલત ખરાબ, કારણ જાણી ધ્રુજી ઉઠશો

9thની સ્ટૂડન્ટ્સે ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા પહેલાં તે પરિવારની સાથે મેજિક શો જોઈને મસ્તી-મજાક કરતી ઘરે પાછી ફરી હતી. તેને શો ખાસ પસંદ ન આવ્યો હોવાનું પણ પરિવારને જણાવ્યું હતું. ઘરે આવીને આર્મીમાંથી રિટાયર્ડ પપ્પાને હસીને ચા આપી અને રૂમમાં જતી રહી. જે બાદ તેને આત્મહત્યા કરી લીધી.પ્રાથમિક તપાસમાં સુસાઈડના કારણની ખબર નથી પડી રહી. તે સ્કૂલમાં ટોપર હતી.

ઘટના સ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી.
પરિવારને પણ દીકરીએ આવું પગલું કેમ ભર્યું તે સમજાતું નથી. રડી રડીને પેરેન્ટ્સની હાલત દયનિય થઈ ગઈ છે. મૃતકાએ 8માં ધોરણમાં ટોપ કર્યું હતું. દીકરીનું છેલ્લું હાસ્ય જિંદગીભરનું દર્દ બની ગયું.પરિવારે જણાવ્યું કે અંશુને મંજિક શો ગમ્યો ન હતો. તેને કહ્યું હતું કે આ કોઈ મેજિક શો છે, આનાથી સારું તો ફિલ્મ જોઈ લીધું હોત.

ઘરમાં બીજા નંબરની દીકરી હતી
અવધેશ પ્રજાપતિ સેનામાંથી રિટાયર્ડ છે. તેમની બે પુત્રી અને પુત્ર છે. જેમાં અંશુ (15) બીજા નંબરની દીકરી હતી. તે CBSE સ્કૂલમાં ભણતી હતી. રવિવારે તે પેરેન્ટ્સ અને પડોશીોની સાથે ટીટી નગર મેજિક શો જોવા ગઈ હતી. સાંજે સાડા 5 વાગ્યે બધાંજ ઘરે પરત ફર્યા હતા.

દુપટ્ટાનો ફંદો બનાવીને લટકી ગઈ
અવધેશે પોલીસને જણાવ્યું કે માર્કેટ જતાં પહેલાં અંશુએ તેને ચા બનાવીને આપી. ત્યારે પણ તે હસતી જ હતી. ચા આપીને તે પહેલા માળે પોતાના રૂમમાં જતી રહી અને હું માર્કેટ જતો રહ્યો. બે કલાક સુધી રૂમની બહાર ન આવી તો પત્ની તેને બોલાવવા ગઈ. ઘણીવાર સુધી દરવાજો ખટખટાવ્યો પરંતુ અંદર કોઈ જ અવાજ ન આવ્યો. પડોસીઓએ દરવાજો તોડ્યો. અંશુ પંખા પર દુપટ્ટાના ફંદા પર લટકી રહી હતી. તેને ઉતારીને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી.

કયા કારણસર આત્મહત્યા કરી તે ખબર નથી
SI વિજય સિંહે જણાવ્યું કે બાળકીએ પલંગ પર સ્ટૂલ રાખીને સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને ફંદો ખાધો. પછી તેને દુપટ્ટો ગળામાં નાખીને સ્ટૂલને લાત મારી દીધી. અને તે ફાંસી પર લટકી ગઈ. પ્રાથમિક તપાસમાં સુસાઈડના કારણની ખબર નથી પડી રહી. તે સ્કૂલમાં ટોપર હતી. સોમવારે તેને સ્કૂલે જવાનું હતું. તેને પોતાની બેગ પણ એક દિવસ પહેલાં જ તૈયાર કરી હતી. મોડી રાત્રે પોલીસને ઘટનાની જાણ થઈ. પોલીસે રાત્રે મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે AIIMSમાં રાખ્યો. સોમવારે બપોરે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું.

મેજિક શો પસંદ પડ્યો ન હતો
પરિવારે જણાવ્યું કે અંશુને મંજિક શો ગમ્યો ન હતો. તેને કહ્યું હતું કે આ કોઈ મેજિક શો છે, આનાથી સારું તો ફિલ્મ જોઈ લીધું હોત. જો કે શો પછી તે મસ્તી મજાક જ કરતી હતી. બધાંની સાથે ફોટા પડાવયા. રસ્તામાં તેને બધાંની સાથે આઈસ્ક્રીમ પણ ખાધો. આ દરમિયાન તે હસતી-મુસ્કુરાતી જ રહી. કોઈને કંઈ શંકા જ ન ગઈ કે આ હાસ્ય જીવનભરનું સંભારણું બની જશે.