62ની ઉંમરમાં પપ્પાનું ચાલતું હતું ચક્કર, હોટેલમાં રંગરેલિયા મનાવતા દીકરાએ રંગેહાથ પકડ્યા!

62ની ઉંમરમાં પપ્પાનું ચાલતું હતું ચક્કર, હોટેલમાં રંગરેલિયા મનાવતા દીકરાએ રંગેહાથ પકડ્યા!

ઉજ્જૈન : વ્યભિચારનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક દીકરાએ તેના 60 વર્ષના પિતાને તેની 59 વર્ષની પ્રેમિકા સાથે હોટેલમાં રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દીકરાએ પિતાના હોટેલના રૂમમાં ઘુસીને હંગામો કર્યો હતો. ત્યારબાદ હોટલે વૃદ્ધ પ્રેમી-પ્રેમિકાને બહાર કાઢી મુક્યા હતા. પતિ-પત્ની તરીકે હોટલમાં ચેક-ઇન કર્યા હતું. પિતા અને મહિલા અધિકારી વચ્ચે ફેસબુકથી મિત્રતા થઈ હતી અને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

આ હચમચાવી દેતો કિસ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈન છે. જેમાં હોટલમાં 60થી પણ વધુ ઉંમરના પિતાની લવ સ્ટોરીમાં દીકરાની એન્ટ્રી થઈ હતી. પિતાને પ્રેમિકા સાથે રંગેહાથ પકડવા માટે દીકરો ગ્વાલિયરથી જયપુર અને ત્યાંથી ઉજ્જૈન આવ્યો હતો. અહીંયા હોટલ મિલન હોલિડેમાં રોકાયેલા પિતાના રૂમમાં ઘુસીને હંગામો કર્યો હતો. ત્યારબાદ હોટલે વૃદ્ધ પ્રેમી-પ્રેમિકાને બહાર કાઢી મુક્યા હતા.

62 વર્ષીય આલોક ચૌધરી ગ્વાલિયરમાં એક ખાનગી કંપનીમાં છે, જ્યારે તેની 59 વર્ષની ગર્લફ્રેન્ડ જયપુરમાં FCIમાં (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) વિકાસ અધિકારી છે. આલોકના પુત્ર અંકુરે જણાવ્યું કે માતા અનુકા ચૌધરી પિતાના અફેર અને રોજિંદા પારિવારિક ઝઘડાથી પરેશાન હતી. શુક્રવારે પિતા જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી ગયા હતા. તેની પાસે જયપુરથી ઉજ્જૈન સુધીની ટિકિટ હતી.

વધુમાં અંકુરે કહ્યું હતું કે મારી માતાના કહેવાથી હું કારમાં તેમની પાછળ ગયો હતો. પહેલા પિતા જયપુર ગયા. જયપુરથી ટ્રેન મારફતે ગર્લફ્રેન્ડ સાથે ઉજ્જૈન પહોંચ્યા હતા. અંકુરે જણાવ્યું કે મારા પિતા ટ્રેનમાં ચઢ્યા પછી હું કાર દ્વારા ઉજ્જૈન પહોંચ્યો અને સ્ટેશન પર રાહ જોવા લાગ્યો. મંગળવારે સવારે 4 વાગ્યે પિતા તેની ગર્લફ્રેન્ડ સાથે ઉજ્જૈનમાં ઉતર્યા કે તરત જ હું ફરીથી તેની પાછળ ગયો. બંને મહાકાલ મંદિરની સામે આવેલી મિલન હોલીડે હોટલમાં ગયા હતા.

અંકુરે આગળ કહ્યું હતું કે ત્યાર બાદ હોટલના રૂમમાં જઈને તેણે દરવાજો ખખડાવ્યો હતો. પિતા તથા તેમની પ્રેમિકાને ખરું-ખોટું સંભળાવ્યું હતું અને પિતાને ગ્વાલિયરમાં ના આવવાની ધમકી પણ આપી હતી. આલોકે દીકરાને રૂમમાંથી બહાર જવાનું કહ્યું હતું.

મિત્ર સાથે વીડિયો બનાવ્યો
62 વર્ષીય આલોક અને તેની ગર્લફ્રેન્ડ મંગળવારે સવારે 4 વાગ્યે જયપુરથી મૈસુર એક્સપ્રેસ ટ્રેનમાં ઉજ્જૈન પહોંચ્યા હતા. દીકરાએ રેલવે સ્ટેશન પરથી જ વીડિયો ને ફોટો ક્લિક કર્યા હતા. તેના પિતા હોટલમાં ગયા ત્યારે અંકુરની સાથે રહેલા મિત્રે હંગામાની સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

પિતાને રંગે હાથે પકડવા 800 કિલોમીટરનો પ્રવાસ કર્યો
અંકુરે પિતાને રંગેહાથ પકડવા અને તેનું સત્ય સામે લાવવા માટે ગ્વાલિયરથી જયપુર સુધી 332 કિમી અને જયપુરથી ઉજ્જૈન સુધી 514 કિમીની મુસાફરી કરી હતી. અંકુર સોમવારે સાંજે જ ઉજ્જૈન પહોંચી ગયો હતો. અંકુર સવારમાં જ રેલવે સ્ટેશન પર રાહ જોતો હતો. તેઓ ટ્રેનમાંથી ઉતર્યા કે તરત જ અંકુર તેમનો પીછો કરવા લાગ્યો. આ સાથે તેણે વીડિયો પણ બનાવ્યો અને ફોટા પણ પાડ્યા.

પત્ની પાસે વળતર તરીકે 13.50 લાખ રૂપિયા માગ્યા
અંકુરનો દાવો છે કે પપ્પા ઘરમાં દરરોજ તેની માતા સાથે ઝઘડો કરે છે. તેઓ મમ્મી પાસેથી 13.50 લાખ રૂપિયાની માંગણી કરીને છૂટાછેડાની માંગણી કરતા હતા. દરમિયાન, અમને પાપાના ફેસબુક ફ્રેન્ડ વિશે ખબર પડી. ફેસબુક મિત્ર જયપુર FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)માં વિકાસ અધિકારી તરીકે કામ કરે છે. તેના પતિનું અવસાન થઈ ચૂક્યું છે.

પુત્રનો આરોપ- પૈસાના લાલચમાં મહિલા સાથે મિત્રતા
પુત્ર અંકુર ચૌધરીએ દાવો કર્યો હતો કે મારા પિતા મારી માતાને લાંબા સમયથી ત્રાસ આપતા હતા. તેની મમ્મી આ વાત માટે પણ તૈયાર હતી કે તેનો પતિ મિત્ર સાથે રહે. પપ્પા હંમેશા મમ્મીના ચારિત્ર્ય પર સવાલ કરતા હતા. એક વર્ષ પહેલાં તેમના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. લગભગ એક વર્ષ થવા આવ્યું છે. તેઓ માતા પાસેથી વળતરની માંગ કરી રહ્યા છે.અંકુરનો આરોપ છે કે પપ્પાએ પૈસાના લાલચમાં મહિલા સાથે દોસ્તી કરી રહ્યા છે. હું મહિલા વિભાગમાં ફરિયાદ કરીશ અને પિતા વિરુદ્ધ માનસિક ઉત્પીડનનો કેસ દાખલ કરીશ. મારી પાસે ગ્વાલિયરથી જયપુર અને ત્યાંથી ઉજ્જૈન સુધીની મુસાફરીના તમામ વીડિયો અને ફોટો પ્રૂફ છે.

પોલીસ પાસે મદદ માંગવામાં આવી તો આવો જવાબ મળ્યો
અંકુરે ઉજ્જૈનના એડિશનલ એસપી અમરેન્દ્ર સિંહની પણ મદદ માંગી હતી, પરંતુ સિંઘે મદદ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે મામલો ગ્વાલિયર અને જયપુરનો હતો. આ પહેલા પણ આલોક ચૌધરીએ છિંદવાડામાં પણ આવું કૃત્ય કર્યું હતું. તે સમયે પરિવારે જ આલોકને બચાવ્યો હતો.62 વર્ષના પિતાનું 59 વર્ષની મહિલા અધિકારી સાથે હતું અફેર, હોટેલમાં પતિ-પત્ની તરીકે રોકાયા, રંગરેલિયા મનાવતા દીકરાએ રંગેહાથ ઝડપી લીધા, જુઓ તસવીરો