માવતરે આવેલી દીકરીએ આ એક વાતને લીધે એસિડ પીને જિંદગીનો અંત આણ્યો, પરિવાર પર આભ ફાટી પડ્યું, માતાની હાલત રડી રડીને ખરાબ

એક અરેરાટીભર્યો બનાવ સામે આ્વ્યો છે. એક 23 વર્ષીય પરિણીત મહિલાએ પોતાના પિતાના ઘરે આવીને મોડી રાતે કોઇને કશું કહ્યા વગર એસિડ પી લીધું હતું. જેની જાણ પરિવારજનોને ખબર થતાં દીકરીને તાબડતોબ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા હોસ્પિટલ ખાતે જ પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.

ઘટના પ્રમાણે જેતપુરનાં થાણાગાલોળ ગામની આશાબેન ચંદુભાઈ ચૌહાણ (ઉ.મ.૨૩) કોળીનાં લગ્ન અમરાપુરના પિયુષભાઈ પરમાર સાથે થયા હતા, અને સાસરે રહેતા હતા. એવામાં બે દિવસથી આશાબેન તેમના પિતા ચંદુભાઈ ચૌહાણને ત્યાં થાણાગાલોળ માવતરે આંટો મારવા આવ્યા હતા.

આશાબેન માનસિક બીમાર હોઈ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ દવાઓ ખાઇ ખાઇને કંટાળી મોડી રાતે કોઇને કશું કહ્યા વગર એસિડ પી લીધું હતું. જેની જાણ પરિવારજનોને ખબર થતાં દીકરીને તાબડતોબ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા હોસ્પિટલ ખાતે જ પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાતથી મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.તપાસમાં મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માનસીક બીમારીથી પીડાતી હોય તેની દવા ચાલુ હોવાનુ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પીએસાઈ ગાંગણા તપાસ કરી રહ્યા છે.23 વર્ષીય પરિણીત મહિલાએ એસિડ પી મોતને વ્હાલું કર્યું, કારણ જાણી આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો

error: Content is protected !!