જાણો એક એવા ચમત્કારી મંદિર વિશે, જ્યાં શિવજી પર અભિષેક કરતા જ દુધ વાદળી રંગનું થઈ જાય છે

જાણો એક એવા ચમત્કારી મંદિર વિશે, જ્યાં શિવજી પર અભિષેક કરતા જ દુધ વાદળી રંગનું થઈ જાય છે

શ્રાવણ મહિનામાં દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. તમામ શિવ મંદિરોની પોતાની અલગ વિશેષતા છે. ભારતમાં ઘણા બધા શિવમંદિરો છો. આ મંદિરોની પોતાની અલગ અલગ વિશેષતાઓ બતાવવામાં આવી છે. ત્યારે આજે અમે આપને એક અનોખા શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેના અદભૂત વિશેષતા છે અને તે તમને સંકેત પણ આપે છે….

આજે આપણે ખાસ કેરળમાં આવેલા શિવમંદિરની વાત કરીશું, જ્યાં દુર દુરથી દર્શન કરવા ભક્તો આવે છે. અહીં મંદિરમાં ચમત્કારોની ચારેબાજુ ચર્ચા છે. કેમકે શિવલિંગ પર જે દૂધ ચડાવવામાં આવે છે તે નીલા રંગનુ થઈ જાય છે. એટલુ જ નહી આ મંદિરે ગ્રહ શાંતિની પૂજા કરાવવા પણ ખુબજ દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. ગ્રહોમાં કેતૂની પુજા માટે આ મંદિર ખુબજ પ્રસિદ્ધ છે. અહીં સ્થિત છે આ અદ્ભૂત મંદિર

આ ચમત્કારિક શિવ મંદિરમાં જ્યાં શિવલિંગ પર દુધ અર્પણ કરવામાં આવે છે તો તો દુધનો રંગ વાદળી થઈ જાય છે. અમે આપને જે શિવમંદિરની વાત કરી રહ્યાં છીએ તે શિવ મંદિર કેરલમાં આવેલું છે. આ ચમત્કારી શિવલિંગ કેરલના કીજોપેરૂમલ્લમ ગામમાં કાવેરી નદીના તટ પર આવેલું છે. જેને નાગનાથ સ્વામી મંદિરના નામથી ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે કેતુ ગ્રહની શાંતિ અને કુંડળીમાં રહેલા કાલસર્પ દોષને નિવારવા ભક્તો આવે છે. ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે. અહીં રાહુની મૂર્તિ પર સાપ દેખાય છે. તેમને નાગના સ્વામી માનવામાં આવે છે. કેતુને સાપના દેવતા પણ કહેવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે અહિંયા શિવલિંગ પર દુધ ચડાવવાથી દુધનો રંગ બદલાઈ જાય છે અને વાદળી રંગ થઈ જાય છે. પરંતુ આવું બધા લોકો સાથે થતું નથી. જે લોકો પર રાહુ કેતુને પ્રભાવ હોય તેની સાથે જ આવું થાય છે. જેની કુંડળીમાં કેતુનો દોષ છે અને તે અહિંયા આવીને પૂજા કરતે તો તેને ખરાબ પ્રભાવથી મુક્તિ મળે છે. લોકોનું એવું માનવું છે કે દુધ વાદળી રંગનું થવા પર શિવજીનો ચમત્કાર માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે જે લોકો દુધ અર્પણ કરે ત્યારે દુધ વાદળી રંગનું થઈ જાય તો તેની કુંડળીમાં દોષ હોય છે. જેના કારણે દુધનો રંગ વાદળી થઈ થાય છે. જેની કુંડળીના દોષમાંથી મુક્તિ મેળવવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે.

પૌરાણિક કથા
એક સમય રાહુને એક ઋષિએ નષ્ટ થઈ જવાનો શ્રાપ આપ્યો હતો. ત્યારે રાહુએ પોતાના શ્રાપથી છુટકારો મેળવવા માટે પોતાના તમામ ગુણોની સાથે ભગવાન શિવજીના શરણમાં ગયા હતા અને તમામે ભગવાન શિવજીની કઠોર તપસ્યા કરી હતી. શિવરાત્રિના તહેવાર પર ભગવાન શિવજીએ રાહુને દર્શન આપ્યા હતા અને તેને ઋષિના શ્રાપમાંથી મુક્તી મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. જેના કારણે આ મંદિરની અંદર રાહુને તેના ગણો સાથે જોવામાં આવે છે.