શાહરુખના દીકરા આર્યન ખાનને કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી,હાઇકોર્ટ ના ફેંસલા થી ખુશ છે કે નહિ…..
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી. વીવી પાટિલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર 956 છે. આર્યનની 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આર્યનના કેસમાં આજે માત્ર ચુકાદાનો ઓપરેટિવ હિસ્સો જ રજૂ કરવામાં આવ્યો હતો. ડીટેલ ઓર્ડર હજી આવવાનો બાકી છે. 14 ઓક્ટોબરના રોજ કેસની સુનાવણી દરમિયાન જજમેન્ટ રિઝર્વ કરતાં સમયે જસ્ટિસ પાટિલે કહ્યું હતું કે તે 20 ઓક્ટોબરે ઘણાં જ વ્યસ્ત છે, પરંતુ તે પ્રયાસ કરશે કે આર્યનની જામીન અરજી પર સુનાવણી કરે. માનવામાં આવે છે કે ત્રણેય આરોપી હવે જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરશે.
એક્ટ્રેસ સાથેની ચેટ આર્યન માટે મુશ્કેલીરૂપ બની
રિપોર્ટ પ્રમાણે, NCBને આર્યનની જે ચેટ મળી છે એમાં તે એક ડેબ્યુ એક્ટ્રેસ સાથે ડ્રગ્સ અંગે વાત કરે છે. આ ચેટ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. એમ પણ કહેવામાં આવે છે કે આ એક્ટ્રેસ ક્રૂઝ પર હતી અને NCBએ તેને જવા દીધી હતી. આગામી સમયમાં આ એક્ટ્રેસની NCB પૂછપરછ કરી શકે છે. આ એક્ટ્રેસ ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યુ કરવાની છે. આ ઉપરાંત કેટલાક ડ્રગ- પેડલર્સ સાથેની આર્યનની ચેટ પણ જામીન પહેલાં કોર્ટને આપવામાં આવી છે.
NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની અટકાયત કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આર્યન ખાન લૉકઅપમાં છે. 8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં 13-14 ઓક્ટોબરના રોજ જામીન અરજી પર સુનાવણી થઈ હતી. 14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો.
કોર્ટમાં બંને પક્ષોએ ધારદાર દલીલો કરી હતી
NCB વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે આર્યનની વ્હોટસએપ ચેટમાં ચોક્કસ શું છે એ આર્યનના વકીલ અમિત દેસાઈને ખબર નથી, પરંતુ તેમને અને કોર્ટને જ માહિતી છે. દેસાઈએ દલીલ કરી હતી કે આર્યનની બાબતમાં તપાસમાં અનેક ત્રુટિઓ છે. તેની વિરુદ્ધ નક્કર બતાવવા જેવું કશું જ નથી. આથી તેને જામીન મળવા જોઈએ. ભલે તેની પર કઠોર શરતો લાગુ કરવામાં આવે.
આર્યનનો આંતરરાષ્ટ્રીય તસ્કરી સાથે સંબંધ હોવાનું NCB કહે છે, જે શક્યતા બિલકુલ નથી. ચેટમાં રેવ પાર્ટીનો ક્યાંય ઉલ્લેખ નથી. આર્યન અનેક વર્ષ વિદેશમાં હતો. અન્યોનો આ પ્રકરણમાં શું સંબંધ છે, એની તેમને જાણ નથી, પરંતુ આર્યનનો કાવતરા સાથે સંબંધ નથી, આથી NCB ભલે તપાસ ચાલુ રાખે, પરંતુ કોર્ટે જામીન અરજીનો વિચાર કરતી વખતે આ બધા મુદ્દાઓનો વિચાર કરવો જોઈએ. આજના યુવાનોની અનોખી ચેટ: આજના યુવા વર્ગની ચેટ્સ બહુ અલગ સ્વરૂપની હોય છે. તેમના અંગ્રેજી શબ્દો અથવા ભાષા જૂના જમાનાના લોકો માટે ક્યારેક ક્યારેક સતામણી જેવું લાગે છે.
આથી યુવાનોની ચેટ્સ NCBને શંકાસ્પદ લાગી હોઈ શકે છે, પરંતુ યુવાનોમાં ફક્ત વિનોદ ખાતર ચેટ્સ થઈ હતી કે કેમ તેનો વિચાર કરવો જોઈએ, કારણ કે આજની દુનિયા બહુ અલગ છે, એવી દલીલ પણ દેસાઈએ કરી હતી.
તમને સુધરવાની તક અપાશે નહીં
દેસાઈએ દલીલ કરી હતી કે એકંદર જોતાં NCBની ભૂમિકા એવી છે કે આ કાવતરાની કડીમાં તમે ગ્રાહક છો છતાં તમને સુધરવાની તક અપાશે નહીં. તમને જેલમાં જ રાખીશું. આર્યન અને અરબાઝે પોતે મોબાઈલ NCBને હવાલે કર્યા. જોકે દસ્તાવેજમાં એ જપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ છે. આવા અનેક વસ્તુસ્થિતિજન્ય મુદ્દાઓ છે, પરંતુ એ બાજુમાં મૂકીએ તો જામીન મળવા પર NCBની તપાસ અટકશે નહીં અને એની પર અસર થશે નહીં.
એનસીબીએ ગાંધીનો વિચાર સંભળાવ્યો
NCB વતી એનિલ સિંહે દલીલમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશનો વિચાર કરતી વખતે એવા દેશનો વિચાર નહીં કર્યો હોય જ્યાં આપણા દેશનું ભવિષ્ય આવા ડ્રગ્સના સકંજામાં અટવાતું જતું હોય. આરોપી દેશની ભાવિ પેઢીનું પ્રતિનિધિત્વ કરનારા છે. તેમની પર દેશનું ભવિષ્ય આધાર રાખે છે. તપાસ ચાલુ હોવાના આ તબક્કામાં તેથી જ ત્રણેયના જામીન મંજૂર નહીં કરવા જોઈએ.