એક મિત્રને ડૂબતો બચાવવા બીજો પડ્યો, બંને જોતજોતામાં જ મોતને ભેટી પડ્યા, ગુજરાતનો કરૂણ બનાવ

એક મિત્રને ડૂબતો બચાવવા બીજો પડ્યો, બંને જોતજોતામાં જ મોતને ભેટી પડ્યા, ગુજરાતનો કરૂણ બનાવ

મહુધા ડડુસરમાં ભાગોળ આગળ આવેલા તળાવમાં માછલી પકડવા તળાવમાં નાખેલ જાળ ખેંચવા પડેલા યુવકોમાં એક યુવક ડૂબ્યો હતો. ત્યારે બીજો યુવક તેને બચાવવા જતાં બંને યુવકો તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયા અને ગ્રામજનોએ અઢી કલાકની ભારે જહેમત બાદ બે યુવકોના મૃતદેહ બહાર કાઢયા હતા. બનાવની જાણ મહુધા નાયબ મામલતદાર આર. વી. વાઘેલા, પીએસઆઈ જી.કે.ભરવાડ સહિતના કર્મીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

ગણતરીના સમયમાં જ બંને યુવકો તળાવમાં ગરકાવ થઈ ગયા
જાળ ખેંચતા એક યુવક ઊંડા ખાડામાં પડતા તે ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય યુવક જતા તે પણ ડૂબવા લાગ્યો હતો. તળાવના બીજા કિનારે ઉભેલા યુવકોની નજર પડતા બુમબૂમા થતા ગામના અન્ય લોકો દોડી આવ્યા હતા. પરંતુ ગણતરીના સમયમાં જ બંને યુવકો તળાવમાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓએ તળાવ ખૂદ્દી ડૂબી ગયેલા બે યુવકના મૃતદેહની શોધી કાઢયા હતા.

નાખેલ માછલી પકડવાની જાળ ખેંચવા પડ્યા હતા.
બન્ને યુવકના મૃતદેહને મહુધા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અલગ અલગ ફળીયામાં રહેતા બન્ને યુવકોમાંથી એક પણ યુવકને પાણીમાં તરતા આવડતું ન હતું.ડડુસરમાં ભાગોળમાં આવેલા તળાવમાં બપોરે અઢી વાગ્યાના સુમારે સ્થાનિક યુવકો પહેલાથી જ નાખેલ માછલી પકડવાની જાળ ખેંચવા પડ્યા હતા.તરતાં આવડતું ન હોવા છતાં તળાવમાં પડ્યા, એક સાથે બે ઘરના ચિરાગ બૂઝાયા, બિચારો પરિવાર રડી પડીને અડધો થઈ ગયો