7 વર્ષ નાની અનિતા રાજના પ્રેમમાં પાગલ હતા ધર્મેન્દ્ર, 30 વર્ષ બાદ મળ્યા તો કરી બેઠા આવી હરકત

ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ પોતાના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. ઇન્ડિયન આઇડલની 12મી સીઝન દરરોજ ચર્ચામાં હોય છે અને દરેક એપિસોડમાં કોઇના કોઇ ખાસ મહેમાન શોમાં આવી પહોંચે છે. ઇન્ડિયન આઇડલના સન્ડે સ્પેશિયલમાં આ વખતે બોલીવૂડના બે મશહુર કલાકાર આવવાના છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને વીતેલા સમયની એક્ટ્રેસ અનિતા રાજની જોડી ઇન્ડિયન આઇડલ 12માં ખુબ ધમાલ મચાવશે.

આજના આ એપિસોડમાં સિંગિંગની સાથે સાથે ફેન્સને રોમાન્સનો તડકો પણ જવા મળી શકે છે. જણાવી દઇએ કે ધર્મેન્દ્ર અને અનિતા રાજ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. એક સમય હતો જ્યારે બંને એકબીજાના પ્રેમમાં પાગલ તા. બે લગ્ન બાદ પણ ધર્મેન્દ્ર અનીતાને પોતાનું દિલ દઇ બેઠા હતા. 80ના દાયકામાં અનિતા રાજ અને ધર્મેન્દ્રની ખુબ ચર્ચાઓ થતી હતી.

હવે જ્યારે ધર્મેન્દ્ર અને અનિતા રાજ ઇન્ડિયન આઇડલ 12ના મંચ પર પહોંચશે અને એપિસોડ ટેલિકાસ્ટ થશે તો જૂની યાદો પણ તાજા થશે એ સ્વાભાવિક છે. ધર્મેન્દ્ર અને અનિતા ઇન્ડિયન આઇડલ પર આવી માહોલ બનાવી દેશે. આ દરમિયાન ધર્મેન્દ્ર પોતાના મજાકીયા અંદાજમાં એક વાત સંભળાવતા કહે છે કે ”શૂટિંગ દરમિયાન અનિતાજી મારી સાથે જ ખુબ જ તેજ હતી, ત્યારે મેં કહ્યું હતું કે, ”..લાલ મિર્ચ તેરી ચટની બનાકર ના ખા ગયા તો, મેરા નામ ભી ધર્મેન્દ્ર નહીં.”. ધરમજીએ કહ્યું કે આ વાત ફિલ્મ નૌકર બીવી કા..દરમિયાનની છે.

ધર્મેન્દ્ર અને અનિતાની જોડીએ નૌકર બીવી કા, જીને નહીં દુંગા, કરિશ્મા કુદરત જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ દરમિયાન બંને એક બીજાની ખુબ જ નજીક આવી ગયા હતા અને બંને વચ્ચે અફેયર શરૂ થઇ ગયું હતું. પહેલા પ્રકાશ કૌર પછી હેમા માલિની સાથે બે લગ્ન બાદ પણ ધર્મેન્દ્રનું દિલ અનિતા માટે ધડકી ગયું હતું.

ધર્મેન્દ્ર અને અનિતા વચ્ચે ઉંમરનો તફાવત 27 વર્ષનો છે તેમ છતા બંને એક બીજા દિલ દઇ બેઠા હતા. જણાવી દઇએ કે ધર્મેન્દ્ર જ્યાં 85 વર્ષના છે તો અનિતાની ઉંમર 58 વર્ષની છે. બંને કલાકારોએ વર્ષ 1992માં આવેલી ફિલ્મ વિદ્રોહી માં છેલ્લીવાર સાથે કામ કર્યું હતું અને હવે અંદાજે 30 વર્ષ બાદ બંનેની સદાબહાર જોડી સ્ક્રીન પર હસી મજાક કરતી નજરે પડશે.

80ના દાયકામાં ધર્મેન્દ્ર અને અનિતાની જોડીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું. એવું કહેવામાં આવે છે કે મેકર્સ પાસે ધર્મેન્દ્ર ખુદ એવું ઇચ્છતા હતા કે તેમની ફિલ્મોમાં હિરોઇન તરીકે અનિતા રાજને કાસ્ટ કરવામાં આવે. જ્યારે બંનેની પ્રેમ કહાની અંગે હેમા માલિનીને જાણ થઇ તો તેઓએ બગાવત કરી દીધી અને ધર્મેન્દ્રએ અનિતા સાથેનો સંબંધ તોડી નાખ્યો.

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર અને અનિતા બંને કલાકાર લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. જો કે અનિતા નાના પડદા પર સક્રિય છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી છોટી સરદારનીમાં સરપંચ કુલવંત કૌરની ભુમિકામાં નજર આવી રહી છે. અનિતા 58 વર્ષની છે પરંતુ તેને જોઇને ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

error: Content is protected !!