ગુજરાતી બિઝનેસમેનની દીકરી સાથે મુકેશ અંબાણીના દીકરાએ કરી સગાઈ, જુઓ સુંદર તસવીરો

ગુજરાતી બિઝનેસમેનની દીકરી સાથે મુકેશ અંબાણીના દીકરાએ કરી સગાઈ, જુઓ સુંદર તસવીરો

ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે હરખનો પ્રસંગ આવ્યો છે. મોટા દીકરા આકાશ અને દીકરી ઈશા બાદ હવે નાનો દીકરા અનંત અંબાણી પણ નવો સંસાર શરૂ કરવા જઈ રહ્યો છે. અનંત અંબાણીએ આજે ગુરૂવારે રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી હતી. હવે ટૂંક સમયમાં લગ્ન કરશે.

નીતા અને મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ રિલાયન્સ ગ્રુપનો એનર્જી બિઝનેસ સંભાળે છે. 27 વર્ષીય અનંત અંબાણીએ ગુજરાતી બિઝનેસમેનની દીકરી રાધિકા સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ બહાર આવ છે.

નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા જ નીતા-મુકેશ અંબાણીની દીકરી ઈશા તેના બંને જોડિયા બાળકો સાથે પહેલીવાર ઘરે આવી હતી. આ કે અંબાણી પરિવારે તેનું જોરદાર સ્વાગત કર્યુ હતું. હવે અંબાણીના ઘરે નાના દીકરાની સગાઈનો પ્રસંગ યોજાયો હતો.


કોણ છે અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ રાધિકા
રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા સાથે થવાના છે. રાધિકા અ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ હતી.

રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ મૂળ તો કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફુડ્સ લિમિટેડના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ ચેરમેન પણ છે. વિરેન મર્ચન્ટને બે પુત્રી છે રાધિકા અને અંજલિ. જ્યારે વિરેન મર્ચન્ટના પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તેઓ એક એન્કોર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. અંજલી પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે.

રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચલર્સ કર્યું છે. આ ઉપરાંત તેમને મુંબઈના શ્રીનિભા આર્ટ્સમાંથી ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે. રાધિકાએ લગભગ 8 વર્ષ સુધી ભરતનાટ્યમમાં ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

ટ્રેકિંગ અને સ્વિમિંગનો પણ શોખ ધરાવે છે રાધિકા
રાધિકા મર્ચન્ટે વાઈસ ચેરમેનની પોસ્ટ પર ઈસ્પ્રવા જોઈન કર્યું. આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે, જે ફાઈન ટેસ્ટવાળા લોકો માટે હોલીડે હોમ બનાવે છે. આ સાથે જ તે એક સફળ બિઝનેસ વુમન છે. તે પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર પણ છે.

રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ પણ પસંદ છે. કોફીની તે દીવાની છે. એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું, ‘હું ઈચ્છું છું કે હું એવી કંપની જોઈન કરું, જેમાં રિયલમાં કોન્ટ્રીબ્યૂશન કરી શકું.’