અમેરિકામાં ગુજરાતી પટેલ યુવકને ગોળીઓ ધરબી દીધી, દીકરી અને પત્નની નજર સામે તડપી તડપીને મોત

અમેરિકામાં ગુજરાતી પટેલ યુવકને ગોળીઓ ધરબી દીધી, દીકરી અને પત્નની નજર સામે તડપી તડપીને મોત

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. એટલાન્ટા સીટીમાં રહેતા મુળ આણંદના કરમસદના યુવકની હત્યા કરવામાં આવી છે. પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કર્યો હતો. આ અંગે જાણવા મળતી વિગત મુજબ પરિવાર બહારથી ઘરે પરત આવ્યો હતો. ત્યારે ઘરમાં જ લૂંટારુઓએ હુમલો કર્યો હતો. અશ્વેત લૂંટારુઓએ ઉપર ઉપરી ફાયરિંગ કરતા ગુજરાતી યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

મૂળ કરમસદના અને હાલ અમેરિકાના એટલાન્ટામાં રહેતા પીનલ પટેલનું મોત થયું હતું. જ્યારે પીનલ પટેલના પત્ની અને દીકરીને ગંભીર ઈજા પહોંચી હતી. લૂંટ કરવા આવેલા અશ્વેત લૂંટારુઓએ ઉપર ઉપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. મુળ કરમસદના વતની પીનલભાઈ પટેલનું મોત જ્યારે રુપલબેન પીનલભાઈ પટેલ તેમજ ભક્તિ પીનલભાઈ પટેલ ઇજાગ્રસ્ત થયા છે.

પોલીસે ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસ હાથ ધરી
અમેરિકાના એટલાન્ટા સીટીમાં રહેતા મૂળ કરમસદના યુવકની હત્યાથી ચરોતર પ્રદેશમાં ગમગીની વ્યાપી છે. ચરોતરના પટેલ પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કર્યો જે હુમલામાં પરિવારના મોભીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મહત્વનું છે કે લૂંટ કરવા ઘરમાં ઘૂસી આવેલ અશ્વેત લૂંટારુઓએ આ પટેલ પરિવારજનો ઉપર ઉપરા છાપરી ફાયરિંગ કરી ઘટનાને આપ્યો અંજામ આપ્યો હતો. સ્થાનિક પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને લૂંટારું હત્યારાઓને શોધવા સીસીટીવીના આધારે કવાયત હાથ ધરી છે.

અગાઉ પર અમેરિકામાં અનેક ગુજરાતીઓની હત્યા કરવામાં આવી હતી
વિદેશમાં વસતા ભારતીયો અને તેમાંય ખાસ ગુજરાતીઓ પરના હુમલાનો સિલસિલો જારી રહ્યો છે. અગાઉ પણ ગુજરાતી યુવકની હત્યા કરવાની ઘટનાઓ સામે આવી છે. બે મહિના પહેલા મૂળ કડીના પટેલ યુવકની અમેરિકાના સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કડીના ઊંટવા ગામનો યુવક પોતાના પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં વસવાટ કરી રહ્યો હતો. ભારતીય યુવાન નેસવીલના ટેનિસિમાં પોતાના સ્ટોરમાં હતો, ત્યારે બે શખ્સો સ્ટોરમાં પ્રવેશી ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં યુવકને બે ગોળીઓ વાગતા સ્ટોરમાં જ દમ તોડ્યો હતો. આ હત્યાની ઘટના સ્ટોરમાં લગાવેલા CCTVમાં પણ કેદ થઈ હતી.

લૂંટારાઓ દ્વારા થયેલી હત્યા બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ
આ અંગે પાડોશી પરેશભાઈ પટેલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પીનલભાઈ ખૂબ સારા અને સરળ સ્વભાવના હતા. કોઈપણ પ્રકારે ભેદભાવ કરતા નહોતા. વર્ષોથી અમેરિકા સ્થાયી થયા હોવા છતાં તેઓ અહીં આવે ત્યારે સૌ સાથે હળીમળીને રહેતા હતા. અમેરિકામાં આ લૂંટારાઓ દ્વારા થયેલી હત્યા બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ. ભારતીયો સાથે આવી ઘટના અટકવી જોઈએ તેમજ સરકાર આ ઘટના સંદર્ભે ગંભીરતા દાખવી ન્યાય અપાવે તે જરૂરી છે.

આ ઘટના સાંભળી પીનલભાઈના વિસ્તારમાં કચરો વાળવાનું કામ કરતા ભાવનાબેન આ ઘટના સાંભળી અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેઓએ રડમસ અવાજે પીનલભાઈની ઉદાર સંસ્કારની વાત કરતા જણાવ્યું કે, પીનલભાઈ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કોઈ જ ભેદભાવ રાખતા નહોતા. ખૂબ સરળ સ્વભાવના હતા. અમે વિસ્તારમાં કચરો વાળતા માણસો છીએ છતાં તેઓ કોઈ શુભ કામે જાય તો પણ અમને પગે લાગીને જતા અને અમને શુકણવંત માનતા હતા.

આ ઉપરાંત 7 મહિના પહેલા મુળ આણંદના જ યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૂળ આણંદના વતનીની પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખસોએ ગુજરાતી યુવકની હત્યા કરી હતી. મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યારે અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં તેઓ રાત્રે કામ કરી રહ્યા હતા.

આ દરમિયાન સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા શખસોએ ગોળીઓ વરસાવી હતી, જેમાં બે કામદાર મોતને ભેટ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતાં ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોક પર કન્વિનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં સ્ટોરની અંદર બે લોકો બંદૂકની ગોળીઓથી પીડાતા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ તેમનાં મોત થયાં હતાં. આ મૃતક યુવકમાં એક મૂળ આણંદનો વતની પ્રેયસ પટેલ હતો.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *