ગાય-ભેંસ ચરાવતી એક ગરીબ છોકરી બની IPS અધિકરી

ગાય-ભેંસ ચરાવતી એક ગરીબ છોકરી બની IPS અધિકરી

કેરલ:કહેવામાં આવે છે કે મહેનત કરવાવાળાની ક્યારેય હાર હોતી નથી. જો તમે કોઈ વસ્તુને મેળવવા માટે પોતાનું બધું દાવ પર લગાવી દો છો તો તે વસ્તુ તમને ક્યારેક તો જરુર મળે છે. પછી તમે એ  બહાનું ના બનાવી શકો કે આપણે લાઈફમાં આગળ વધવા માટે સારી સુખ-સુવિધાઓ ના મળે એટલે હું પાછળ હટી રહી છું.

જો તમે ગરીબ ઘરમાં જન્મ થયો છે તો એમાં તમારી કોઈ ભૂલ નથી, પરંતુ જો તમે ગરીબ મરો છો તો એમાં તમારી ભૂલ છે. કેમ કે માણસ ઈચ્છે તો ખરાબ સ્થિતિમાંથી પણ ઉઠીને અમીર અને કામયાબ બની શકો છો. હવે ગાય-ભેસ ચરાવીને આઈપીએસ ઓફિસર બની આ મહિલાની કહાની જ લઈ શકો.

કેરલના ઈરોડ જિલ્લાના એક નાનાં ગામની રહેવાવાળી વનમતી એક આઈપીએસ ઓફિસર છે. વનમતી એક એવાં ગામથઈ આવે છે જે અવિકસિત છે. તેના પિતા ખેતી કરી પરિવારનું પેટ ભરે છે. તેમની ખેતી પણ બહુ જ ઓછી હતી જેમાં ઘર ખર્ચ નિકળી શકતો ના હતો.એવામાં તેના પિતા ટેક્સી ચલાવવાં શહેર ચાલ્યા ગયા. ઘરના નાના-મોટાં ખર્ચા માટે તેણે કંઈર જાનવરો પાળી રાખ્યા હતા. આ પશુઓને ચરાવવાની જિમ્મેદારી વનમતીની જ હતી.

વનમતીનું પૂરું બાળપણ આ ગાય-ભેંસને ચરાવવામાં વિતી ગયું. તે જ્યારે પણ સ્કૂલથી આવતી હતી તો પશુઓને ચરાવવાનું કામ કરતી હતી. જ્યારે થોડો સમય મળતો તો તે ભણવાનું પણ કરતી હતી. તેની સ્કૂલિંગ ગામમાં જ સરકારી સ્કૂલથી થઈ છે. ત્યાં કોલેજ પણ તેણે પોતાના કસ્બાથી જ કરી. ત્યાં પોસ્ટ ગ્રેજ્યૂએશન તેણે કમ્પ્યૂટર એપ્લીકેશનમાં પૂરું કર્યુ. ત્યારપછી તે પ્રાઈવેટ બેન્કમાં જોબ કરવાલાગી. એમાં તેની સેલેરી સારી હતી જેનાથી ઘર ખર્ચ આસાનીથી નિકળી જતો હતો.

જોકે વનમતીના સપના વધારે મોટા હતા. તેને દેશની સૌથી કઠિન પરીક્ષા સિવિલ સર્વિસની એક્જામ ક્લિયર કરી આઈપીએસ બનવું હતુ. એવામાં બેન્કની સાથે-સાથે તે સિવિલ સેવા પરીક્ષાની તૈયારી પણ કરવા લાગી. એટલાં માટે તે જોબથી કંઈક પૈસા પણ બચાવીને પણ રાખતી હતી. જલ્દી જ વનમતીની મહેનત રંગ લાવી. તેણે ના ફક્ત સિવિલ સેવા પરીક્ષા પાસ કરી પરંતુ તેમાં બહુ જ સારાં રેંન્ક પણ હાંસિલ કર્યો.

વનમતી પહેલાં અને બીજા વખતમાં અસફળ રહી હતી. પરંતુ 2015ની સિવિલ સેવા પરીક્ષામાં 152માં રેંન્ક હંસિલ કરી તેણે પિતા અને ગામનું માથુ ગર્વથી ઉંચુ કરી દીધુ. જ્યારે વનમતી આઈપીએસ બની તો ગામમાં કોઈને વિશ્વાસ ના થયો. બધાં એ વિચારી રહ્યા હતા કે ગાય-ભેંસ ચરાવવાળી સાધારણ છોકરી છેવટે આઈપીએસ અધિકારી કેવી રીતે બની.

વનમતીની આ સફળતા ગામના અન્ય છોકરીઓ માટે પ્રેરણા બની. હવે દર કોઈ ત્યાં મોટા સપના જોવા લાગ્યા છએ. પછી તે કહે છે તો પણ જ્યાં સુધી તમે મોટા સપના જોશો નહી તો પૂરા પણ નહીં કરી શકો. આની શરુઆત અહીંથી થાય છે.